By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તર પ્રદેશમાં દરોડા વખતે પોલીસની મારપીટથી યુવતીનું મોત થતાં હોબાળો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તર પ્રદેશમાં દરોડા વખતે પોલીસની મારપીટથી યુવતીનું મોત થતાં હોબાળો
GeneralNational

ઉત્તર પ્રદેશમાં દરોડા વખતે પોલીસની મારપીટથી યુવતીનું મોત થતાં હોબાળો

HM News
Last updated: 03/05/2022 4:39 AM
HM News
3 years ago
Share
SHARE

લખનઉ : ચંદૌલી જિલ્લાના સૈયદરાજા વિસ્તારમાં પોલીસના દરોડા દરમિયાન શંકાસ્પદ પરિસ્થિતિઓમાં એક યુવતીનું મોત થયું છે.આ કેસમાં સસ્પેન્ડેન્ડ પીઆઇ સહિત છ પોલીસકર્મીઓ વિરુદ્ધ બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છે.સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે માગ કરી છે કે આરોપી પોલીસકર્મીઓની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવે. ચંદૌલી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે સૈયદરાજા પોલીસ સ્ટેશનના મનરાજપુર ગામમાં પોેલીસની એક ટીમ રવિવારે ગેંગસ્ટર કન્હૈયા યાદવને પકડવા માટે તેના ઘરે ગઇ હતી.પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપી ઘર પર ન મળતા તેણે તેના પરિવારજનો સાથે મારપીટ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે પરિવારજનોનો આરોપ છે કે એક પોલીસકર્મીએ ઘટના દરમિયાન વેપારીની ૨૪ વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો.મારપીટ અને બળજબરીને કારણે તેનું મોત થયું હતું.યુવતીના આગામી મહિને લગ્ન થવાના હતાં.

અગ્રવાલે જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી મળવા પર ગ્રામીણોએ પોલીસની ટીમને ઘેરી લીધી હતી અને કોેન્સ્ટેબલ મુકેશ કુમાર અને હોંમગાર્ડના જવાન છવિનાથને મારી મારીને ઘાયલ કરી દીધો હતો.છવિનાથની સ્થિતિ ગંભીર બની જતા તેને વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.મુકેશની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં મૃત યુવતીના ભાઇની ફરિયાદને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ઉદ યપ્રતાપ સિંહ અને ચાર મહિલા પોલીસકર્મીા સહિત છ લોકો પર બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ભારત લોકતંત્રની જનની,બધી સરકારોએ લોકશાહીને મજબૂત બનાવી : PM મોદી
સુરત મ્યુનિ. ચૂંટણી : 30 વોર્ડની 120 બેઠકો પર અત્યાર સુધીમાં સરેરાશ 25.22 ટકા મતદાન, ઉધનામાં સૌથી વધુ 32.95 ટકા મતદાન
બાવીસમા કાયદા પંચની રચનાને મોદી કેબિનેટની મંજૂરી
શરમજનક : ‘ન્યૂ ઈન્ડિયા’માં શૌચાલયમાં રહેવા મજબૂર દાદી-પૌત્રી, આ કહાની સાંભળીને આંખોમાં આંસુ આવી જશે
આ વર્ષે નવરાત્રિમાં ૧૬૫ વર્ષ પછી રચાશે અજબ સંયોગ, શ્રાદ્ધપક્ષ અને દૂર્ગાપૂજા વચ્ચે એક મહિનાનું અંતર
Share This Article
Facebook Email Print
Previous Article ગેસ-કોલસાની અછતથી ઉત્તર પ્રદેશના ગામોમાં 12 કલાક સુધીનો વીજકાપ
Next Article રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વમાં મોંઘવારી વધી : જર્મનીમાં મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up