By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી વધશે! કેન્દ્ર સરકારે ગરમીથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી વધશે! કેન્દ્ર સરકારે ગરમીથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી
GeneralNational

ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી વધશે! કેન્દ્ર સરકારે ગરમીથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી

HM News
Last updated: 02/05/2022 8:23 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 02 મે 2022, સોમવાર : દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એડવાઈઝરી બહાર પાડી છે.એડવાઈઝરીમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાગરિકોને જણાવ્યું હતું કે, હીટસ્ટ્રોકના કિસ્સામાં શું કરવું અને શું ન કરવું જોઈએ.આ સાથે રાજ્ય સરકારોને હીટસ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે પૂરતી આરોગ્ય સુવિધાઓ અને અન્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી કેટલાક દિવસો સુધી કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે પરંતુ ત્યારબાદ ફરી ગરમીનો પારો વધશે. IMDએ ઉત્તર ભારતમાં આ વખતે તાપમાન 50 ડિગ્રીથી ઉપર પહોંચવાનો અંદાજ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારની આ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે ઉત્તર ભારતમાં આકરી ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.90 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મધ્ય ભારતમાં તે 37.78 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.જે છેલ્લા 120 વર્ષમાં સૌથી વધુ છે.એપ્રિલ મહિનામાં જ અનેક જગ્યાએ તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.દિલ્હીની ગરમીએ 72 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.તેનું મુખ્ય કારણ વાતાવરણમાં ફેરફાર અને ખૂબ ઓછો વરસાદ હોવાનું સામે આવી રહ્યું છે.1 માર્ચથી 30 એપ્રિલની વચ્ચે સમગ્ર દેશમાં 32 ટકા અને ઉત્તર પશ્ચિમ ભારતમાં 86 ટકા ઓછો વરસાદ પડ્યો હતો.

ઉનાળાની આ કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને લોકોને ચેતવણી આપી છે.સખત ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.જો જરૂરી હોય તો છત્રી સાથે રાખો અથવા સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી, ટુવાલ, સ્કાર્ફ વગેરેથી ઢાંકીને બહાર નીકળો.સાથે જ ખુલ્લા પગે તડકામાં બહાર જવાનું ટાળો, પીવામાં વધારે પાણીનું સેવન કરો, ORS વગેરે લો, મોસમી જેવા ફળો અને શાકભાજી ખાઓ, દારૂથી દૂર રહો.

સરકારે કહ્યું છે કે, નવજાત અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, માનસિક રીતે અસ્વસ્થ લોકો અને બહાર કામ કરતા લોકોને હીટસ્ટ્રોકનું જોખમ વધારે છે.ચક્કર આવવા, હાથ એડી અને પગની ઘૂંટીઓમાં સોજો, સ્નાયુઓની નબળાઈ, અકડામણ, શરીરનું તાપમાન 104 ડિગ્રી ફેરનહીટથી ઉપર, ઉલટી, હૃદયના ધબકારા વધવા, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને મેડિકલ ઈમરજન્સી તરીકે ગણવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે, જો તમને હીટસ્ટ્રોકના ગંભીર લક્ષણો દેખાય તો 108/102 હેલ્પલાઈનનો સંપર્ક કરો.

કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્ય સરકારોને IV પ્રવાહી, ORS, આઈસ પેક, ઠંડુ પાણી અને આવશ્યક દવાઓ આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરો.હીટસ્ટ્રોકના કેસોના અસરકારક સંચાલન માટે તમામ જિલ્લાઓને ‘ગરમી સંબંધિત બિમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના’ પર માર્ગદર્શિકાના દસ્તાવેજો મોકલવા જોઈએ. સાથે જ 1 માર્ચથી તમામ રાજ્યોમાં ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) હેઠળ ગરમી સંબંધિત બિમારીની દરરોજ દેખરેખ હાથ ધરવામાં આવી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સોખડા હરિધામના છ સ્વામીની કબૂલાત ગુણાતીત સ્વામીએ ફાંસો ખાધો તેવી જાહેરાત શરૃઆતમા નહોતી કરાઇ
Next Article ટ્રકની પાછળ કાર અથડાતા આગ ભભૂકી, બે યુવક જીવતા ભૂંજાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up