– મહંત જગદગુરુ પરમહંસ આચાર્યે ઉદયનિધિનું સર કલમ કરનારને 10 કરોડ રૂપિયા ઇનામ આપવાનું એલાન કર્યું
તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર અને તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મલેરિયા સાથે કરી હતી.તેમનાં આ નિવેદનને લઈને ઉત્તર પ્રદેશના રામપુરના બે સિનિયર વકીલ રામ સિંહ લોધી અને હર્ષ ગુપ્તાએ મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના પુત્ર પ્રિયાંક ખરગે સામે ધાર્મિક લાગણીઓને દુભાવવા અંગે ફરિયાદ નોંધાવી છે.
દેશની 262 મોટી હસ્તીઓએ CJI ચન્દ્રચૂડને પત્ર લખ્યો
ગઈકાલે દેશની 262 મોટી હસ્તીઓએ CJI ચન્દ્રચૂડને પત્ર લખ્યો હતો,જેમાં તેમણે ઉદયનિધિ સ્ટાલિન સામે એક્શન લેવાની માંગ કરી હતી.પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિએ હાલમાં જ ટિપ્પણી કરી છે,જે ચિંતાજનક છે.તેઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું અને તેને ખતમ કરવાની પણ વાત કહી છે.અયોધ્યાની તપસ્વી છાવણી મંદિરના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યે ઉદયનિધિના આ નિવેદનનો વિરોધ કરતા તેમનું સર કલમ કરનારને 10 કરોડ રૂપિયા ઇનામ આપવાનું એલાન કર્યું હતું.જે બાદ ચેન્નઈમાં ગઈકાલે પોલીસે ઉદયનિધિના આવાસની બહાર સુરક્ષા વધારી દીધી છે.