– ધર્મના નામે બાળકોને મદરેસામાં અપાતા શિક્ષણની તપાસ થવી જોઇએ તેવી માગણી
નવી દિલ્હી : ઉદયપુર હત્યાકાંડ બાદ ભડકેલા કેરળના રાજ્યપાલ આરિફ ખાને કહ્યું હતું કે મદરેસાઓમાં બાળકોને ખોટી તાલિમ મળી રહી છે.તેથી તેની પણ તપાસ થવી જોઇએ. તેઓએ કહ્યું હતું કે જે પણ ખોટી તાલિમ મળી રહી હોય તેની સામે આંખ આડા કાન ન કરી શકાય.
ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલીની નૂપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ કરવા બદલ ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે ભડકેલા કેરળના રાજ્યપાલ આરિફ ખાને કહ્યું હતું કે જ્યારે આ પ્રકારના લક્ષણો સામે આવે છે ત્યારે આપણે ચિંતા તો કરીએ છીએ પણ મોટી બીમારી શું છે તેના પર કોઇ ધ્યાન નથી આપતું.
તેઓએ દાવો કર્યો હતો કે મદરેસામાં જ બાળકોને એવુ ભણાવવામાં આવે છે કે ઇશનિંદાની સજા માથુ કાપી નાખવાની છે.આવો કાયદો ભગવાને ઘડયો હોવાનું જુઠ બોલીને બાળકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.તેથી મદરેસાઓમાં જે પણ શીખવવામાં આવી રહ્યું છે તેની પણ તપાસ થવી જ જોઇએ.દેશભરમાં આ હત્યાકાંડની ટીકા થઇ રહી છે.