અમદાવાદ : RBIના નિયમને અનુસરવા માટે ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકમાં નોંધપાત્ર હિસ્સેદારી વેચવી આવશ્યક હતી.ગત સપ્તાહે જ ઉદય કોટક તેમની બેંકમાં હિસ્સેદારી વેચશે તેવી અટકળો હતી અને આજે પ્રમોટર ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકમાં 2.83% હિસ્સેદારી વેચી છે.
દેશના ચોથી સૌથી મોટા ખાનગી ક્ષેત્રની બેંકના સ્થાપક અને પ્રમોટર ઉદય કોટક કોટક મહિન્દ્રા બેંકમાં બ્લોકડીલ થકી 2.83 ટકા હિસ્સો વેચ્યો છે. બ્લોકડીલને પગલે મંગળવારે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 7 ટકાનો ઉછાળો આવ્યો છે.
શેરના વેચાણથી ઉદય કોટકનો બેંકમાં હિસ્સો ઘટાડીને 26 ટકાની નીચે લાવવાના RBIના આદેશને અનુસરવામાં મદદરૂપ થશે.
2જી જૂનના રોજ બ્લોક ડીલ દ્વારા ખાનગી પ્લેસમેન્ટ દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો છે. શેર વેચવા માટેનો ભાવ રૂ. 1215 થી 1240 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. પ્રાઇસ બેન્ડના નીચલા છેડે રૂ. 6,804 કરોડ અને ઉપલા છેડે રૂ. 6,944 કરોડ ઉદય કોટકને મળશે.
કોટકે જાન્યુઆરીમાં આરબીઆઈ સાથે કરાર કર્યા હતા અને પ્રમોટર/પ્રમોટર્સ જૂથનો હિસ્સો નિયમનકારી મર્યાદામાં એટલેકે 26%થી નીચે લાવવા માટે 17 ઓગસ્ટ, 2020 સુધીનો સમય મેળવ્યો હતો. કોટક પાસે હાલમાં 28.93% હિસ્સેદારી છે.
શેર 7.50% ઉછળ્યો :
ઉદય કોટકે હિસ્સેદારી વેચતા સામે પક્ષે મજબૂત રોકાણકારોએ એન્ટ્રી લેતા બજારમાં એક સારા સંકેત ગયા છે.બેંકના શેરભાવ 8% ઉછળીને રૂ. 1348 સુધી ઉંચકાયો હતો અને 1 વાગે 6% ઉછળીને રૂ. 1322ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે.


