– ઉદ્ધવ જૂથ છોડનારા નેતાઓની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું
– ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ રહ્યા હાજર
શિવસેનામાં ભાગલા પડ્યા બાદ પણ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી.એક પછી એક પાર્ટીના ઘણા નેતાઓ ઉદ્ધવને છોડીને મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયા છે.ઉદ્ધવ જૂથ છોડનારા નેતાઓની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે.
નીલમ ગોરે પક્ષ છોડી દીધો
વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને અલવિદા કહી દીધું છે.નીલમ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગઈ છે.એકનાથ શિંદેએ પાર્ટીનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.આ દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.