મુંબઇ : હનુમાન ચાલીસા વિવાદમાં જામીન અને હવે હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ સાંસદ નવનીત રાણાએ મહાપાલિકા ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવવાની જાહેરાત કરી છે.તેમણે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું છે કે દમ હોય તો તેઓ મારી સામે ચૂંટણી લડી બતાવે.તેમણે પોતે પાલિકામાં શિવસેનાના ભ્રષ્ટાચારની લંકા નષ્ટ કરશે એવાં વિધાનો કર્યાં હતાં.હું મુંબઈની છોકરી છું અને મુંબઈને ન્યાય આપવા માટે સારો વિકાસ કરવા માટે અને ભ્રષ્ટાચારની લંકા તોડી પાડવા માટે હું પાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરીશ, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રસાર માધ્યમ સાથે સંવાદ સાંધતા તેમણે કહ્યું કે હનુમાન ચાલીસા પઠન કરવાથી જો મને રાજદ્રોહના ગુના હેઠળ ૧૪ દિવસ કારવાસ આપ્યો, પણ ૧૪ વર્ષની જેલ થઈ હોત તો પણ તે ભોગવવા તૈયાર છું. વધુ તેમણે ે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેોને ચેલેન્જ આપી કે તેઓ મહારાષ્ટ્રના કોઈ પણ મતદાર ક્ષેત્રમાંથી દમ હોય તો જનતાની વચ્ચે ચૂંટાઈને આવે. હું તેમના વિરુદ્ધ ે ચૂંટણીમાં ઊભી રહીશે. આ સિવાય તેમણે આક્રોશ સાથે કહ્યું કે મહાવિકાસ આઘાડી સત્તાનો દુરપયોગ કરતી હોવાની ફરિયાદ વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને દિલ્હી જઈને કરીશ.નવનીત રાણાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં હું પૂર્ણ ક્ષમતા સાથે જનતાની વચ્ચે જઈશ અને શિવસેના વિરુદ્ધ પ્રચાર કરીશ.
હું અદાલતના આદેશનું સન્માન કરું છું, પણ મારા જે અન્યાય મારી સાથે થયો છે તેના વિરુદ્ધ જરૂરથી હું અવાજ ઉપાડીશ, એમ કહીને નવનીત રાણાએ ઉમેર્યું હતું કે ઠાકરે સરકાર મહિલાનો અવાજ દબાવી નહીં શકે.જામીન પર છૂટયા બાદ નવનીત રાણાને સ્પોન્ડલાઇસિસની બીમારીની સારવારમાટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો હતો.હોસ્પિટલની બહાર તેમના સમર્થકોએ નવનીત રાણાનું સ્વાગત કર્યું હતું.તેમને સમર્થકોએ હનુમાનની મૂર્તિ ભેટ આપી હતી.અને શ્રીરામ લખેલી શાલ પણ આપી હતી.