એક તરફ મહારાષ્ટ્રની રાજનીતિનો અધ્યાય લખવામાં આવી રહ્યો છે.તે જ સમયે રાજનૈતિક વિશ્લેષક આ ગઠબંધનને સતત ખોટું જોડાણ જણાવી રહ્યા છે.એનું એક માત્ર કારણ હતું શિવસેનાની હિન્દુત્વ અને કોંગ્રેસ પાર્ટીની સેક્યુલર ઓળખ.જો કે ત્રણે દળોના પ્રવક્તા અને નેતાઓ દ્વારા દાવો કરવામાં આવતો હોય કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી સરકાર સફળતાથી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે.પરંતુ તાજા નિવેદનો પર નજર કરીએ તો એમના આ દાવા કમજોર સાબિત થઇ રહ્યા છે. સરકારે ભલે એક વર્ષ પૂરું કરી લીધું છે.પરંતુ તાજા નિવેદનોએ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવા કચાસને જન્મ આપ્યો છે.થોડા સમયથી ત્રણ ગઠબંધનના દળો વચ્ચે મતભેદની ખબર સામે આવી રહી છે.કોંગ્રેસ અને એનસીપીથી શિવસેનાના સંબંધમાં તણાવ જોવા મળી રહ્યો છે.
ખરાબ રસ્તાઓને લઇ NCP નેતાનો શિવસેના પર હુમલો
મહારાષ્ટ્ર કેબિનેટના મંત્રી અને એનસીપી નેતા જીતેન્દ્ર અવધે રવિવારે અપ્રત્યક્ષ રૂપે થાણે જિલ્લાના કલ્યાણમાં રસ્તાઓની ખરાબ હાલતને લઇ શિવસેનાને જવાબદાર ગણાવી દીધી.તેમણે કહ્યું કલ્યાણના રસ્તાની હાલત સમગ્ર મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ છે.તેમણે જયારે રસ્તાઓનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમની સાથે મંચ પર શિવસેનાના ધારાસભ્ય વિશ્વનાથ હાજર હતા. જણાવી દઈએ કે કલ્યાણ ડોમ્બિવલી નગર નિગમમાં શિવસેનાનું શાસન છે.
ઔરંગાબાદ શહેરનું નામ બદલવા પર કોંગ્રેસ-શિવસેના સામ-સામે
ઔરંગાબાદ શહેરનું નામ બદલવા પર શિવસેના અને કોંગ્રેસ વચ્ચે રવિવારે વિવાદ થયો. CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો કોઈ ક્રૂર અથવા મુગલ શાસક ઓરંગઝેબ પ્રિય લાગે છે તો એને ધર્મનિરપેક્ષતા નહિ કહી શકાય. એના જવાબમાં કોંગ્રેસે શિવસેના અને વિપક્ષી ભાજપ પર નામ બદલવાને લઇ રણનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને એમને પૂછ્યું કે પાંચ વર્ષથી મહારાષ્ટ્રમાં સત્તામાં રહેતા આ મુદ્દો ધ્યાનમાં કેમ ન આવ્યો.
કોંગ્રેસે કહ્યું- ભાવુકતાની રણનીતિની કોઈ ગુંજાઈશ નથી
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે કહ્યું કે,રાજ્યમાં શિવસેના,રાકાંપા અને કોંગ્રેસની એમવીએ સરકાર સ્થિર છે.તેમણે કહ્યું કે સરકાર ન્યુનતમ સાઝા કાર્યક્રમ(CMP) અનુસાર કામ કરે છે અને ભાવુકતાની રાજનીતિની કોઈ ગુંજાઈશ નથી.રાજ્યની પ્રર્વવર્તી સરકારમાં સહયોગી રહેલ શિવસેના અને ભાજપ ઔરંગાબાદનું નામ બદલી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના નામ પર સંભાજીનગર રાખવા માટે આધાર બનાવી રહી છે. આને જોઈ એવું લાગી રહ્યું છે કે શિવસેના,કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનમાં બધું બરાબર નથી દેખાઈ રહ્યું.