સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે.ઉપરાંત કોરોનાની બીજી લહેરે ન માત્ર શહેર પરંતુ ગામડાઓનેપણ પોતાનાં ભરડામાં લીધા છે.દેશમાં સૌથી વધુ કોરોનાનું સંકટ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું.તેથી કોરોનાનાં સંક્રમણને નાથવા ઉદ્ધવ ઠાકરે સરકારે મોટી જાહેરાત કરી છે.જેમાં “કોરોના મુક્ત ગામ” સ્પર્ધા હેઠળ પ્રથમ ઇનામ 50 લાખ રૂપિયા,બીજું 25 લાખ રૂપિયા અને ત્રીજું 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે “કોરોના મુક્ત ગામ”અભિયાનને વેગ આપવાં માટે ઈનામની જાહેરાત કરી છે.જેમાં ત્રણ ગ્રામ પંચાયતો કે જેમણે તેના દરેક મહેસૂલ ક્ષેત્રોમાંથી કોવિડ-19 મેનેજમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે તેમની પસંદગી કરવામાં આવશે અને તેમને ઈનામ સહિત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે,મુખ્યંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે કેટલાક ગામોની પ્રશંસા કરી હતી અને ‘મારુ ગામ કોરોના મુક્ત ‘ પહેલની જાહેરાત કરી હતી અને હાલમાં આ જ અભિયાનને વેગ આપવા માટે ઈનામની જાહેરાત કરી છે.જેથી કોરોનાનાં સંક્રમણ ઘટાડી શકાય.
રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશર્રફે જણાવ્યું હતું કે ‘કોરોના મુક્ત ગામ’ સ્પર્ધા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી પહેલનો જ એક ભાગ છે.આ સ્પર્ધા અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયતોને ઇનામ આપવામાં આવશે,જેમણે દરેક મહેસૂલ ક્ષેત્રોમાંથી કોવિડ-19 મેનેજમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હશે તેની પસંદગી કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોનાનાં 15169 નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં બુધવારે 15,169 નવા કોરોનાનાં કેસ નોંધાતા હવે રાજ્યમાં કોરોનાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 57,76,184 થઈ હતી.આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન 285 લોકોમૃત્યુ પામ્યા હતા જેમાંથી 268 લોકોનાં મોત કોરાનાથી થયા હોવાનું સામે આવ્યું છે.આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 96,751 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રનાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ,બુધવારે નોંધાયેલા કોરોનાનાં કેસો મંગળવારે નોંધાયેલા 14,123 કેસો કરતાં વધુ કેસ નોંધાયા છે. જ્યારે સાજા થયેલ દર્દીઓની સંખ્યા 29,270 સુધી પહોંચી ગઈ છે.જેથી નવા કેસોની સરખામણીમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે.ઉપરાંત રિક્વરી રેટ પણ સુધરીને 94.54 સુધી પહોંચી ગઈ છે.જયારે મંગળવારે રિક્વરી રેટ 94.28 જેટલો નોંધાયો હતો અને મુત્યુદર 1.67 % જેટલો રહ્યો છે.
મુંબઈમાં સતત ત્રીજા દિવસે 1000થી ઓછા કોરોનાનાં કેસ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે નવા કેસોની સંખ્યા 1,000થી નીચે રહી હતી.જેમાં બુધવારે 925 કેસ નોંધાયા હતા જ્યારે 1,632 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.જ્યારે 31 દર્દીઓનાં કોરોનાને કારણે મોત થયા છે.આ સાથે જ કુલ મુત્યુઆંક 14,938 સુધી પહોંચ્યો છે.

