મુંબઈ : તા.28 જુન 2022,મંગળવાર : મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ પણ મેદાને આવ્યા છે અને ઉદ્ધવ સરકારનો ઉઘડો લીધો છે.અહેવાલ અનુસાર ઉદ્ધવ સરકારે MLC ચૂંટણી બાદ શિંદે ગ્રુપે રંગરૂપ બદલ્યા બાદ બહાર પાડેલ સરકારી ટેન્ડરો અંગે રાજ્યપાલ કોશિયારે જવાબ માંગ્યો છે.મહારાષ્ટ્રના રાજ્યપાલના ભગત સિંહ કોશ્યારીના મુખ્ય સચિવ સંતોષ કુમારે જણાવ્યું હતું કે રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને 22-24 જૂનથી રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા તમામ સરકારી ઠરાવો(GRs)અને પરિપત્રોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે.
અગાઉના NCP અને કોંગ્રેસના મંત્રીઓના નેજા હેઠળના વિભાગોએ 22-24 જૂન સુધીમાં અનેક વિવિધ વિકાસ સંબંધિત કામો માટે કરોડો રૂપિયાના પ્રસ્તાવો મંજૂર કર્યાના કર્યા એક અહેવાલ બાદ હવે રાજ્યપાલે આ અંગેનો હિસાબ સરકાર પાસે માંગ્યો છે.પત્ર અનુસાર”રાજ્યપાલે 22-24 જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા GR,પરિપત્રો વિશે’સંપૂર્ણ માહિતી’આપવા કરવા કહ્યું છે.”અહેવાલ અનુસાર સરકારે આ 3 દિવસમાં 160 સરકારી ઠરાવો(GR)જારી કર્યા છે.રાજ્યપાલે હવે સરકાર પાસે તેની માહિતી માંગી છે.