By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉદ્યોગપતિનું અપહરણ કરી ૫૦ લાખની ખંડણી લેનાર ૬ની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉદ્યોગપતિનું અપહરણ કરી ૫૦ લાખની ખંડણી લેનાર ૬ની ધરપકડ
GeneralGujarat Now

ઉદ્યોગપતિનું અપહરણ કરી ૫૦ લાખની ખંડણી લેનાર ૬ની ધરપકડ

HM News
Last updated: 21/02/2020 4:52 PM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,તા.૨૧
વાપી ચલા સ્થિત શુભમ ટાવરમાં રહેતા અને જીઆઇડીસી ખાતે અમીત એન્જીનીયર્સના નામે કંપની ચલાવતા ૫૫ વર્ષીય અમીતકુમાર મોહનલાલ શાહ ૯ ફેબ્રુઆરીના રોજ કંપનીથી ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન ઇંડસ્ટ્રીયલ બોઇલર નામની કંપની સામે પેશાબ કરવા ઉભા રહેતા બાઇક અને કારમાં આવેલા અમીતનું અપહરણ કરી બળજબરીથી તેમની કારની પાછળની સીટ પર સુવડાવી ચુપચાપ રહો અવાજ નહીં કરતા કહીં હાઇવે થઇ ચણોદના ચમોલાઇ ગામે લઇ ગયા હતા. જ્યાં એક રૂમમાં ગોંધી રાખી ચપ્પુ અને લાકડાથી મારી દઇશું કહી જાનથી મારવાની ધમકી અપાઇ હતી. સોપારી મળી છે કહીં આરોપીઓએ પીડિતને જણાવેલ કે, એક માણસના રૂ.૫૦ લાખ બાકી છે અને તે ઉઘરાવવા તેમને સોપારી મળી છે. જેમાંથી ૨૦ ટકા તેમને મળશે કહીં તાત્કાલિક રૂ.૫૦ લાખ મંગાવવા કહેતા તે જ સમયે અમીતભાઇના પિતાએ ફોન કર્યો હતો.
લાઉડસ્પીકર ઓન કરાવી આરોપીઓએ તેમના પાસેથી રૂપિયાની માંગણી કરાવી હતી. પિતાએ દોઢ કલાકમાં રૂ.૨૫ લાખની વ્યવસ્થા કરી ફોન કરતા ફરિયાદીએ તેમના ઘરે પણ ૨૫ લાખ પડેલા છે કહ્યું હતું. રૂપિયા લેવા માટે માણસ મોકલાવું છું કહી આરોપીઓ પૈકી ૨ લોકો તેમના પિતા પાસે ગયા હતા અને રૂપિયા લઇ પરત આવી ફરિયાદીને તેમની બીએમડબ્લ્યુ કારમાં પાછળ બેસાડી ભડકમોરા હનુમાન મંદિર પાસે છોડી ગયા હતા. પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.૫ લાખ, કાર, બાઇક અને એક ટેમ્પો મળી કુલ ૨૪.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય ૫ લોકોને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે.

કતારગામ સીટ પરિણામ લાઈવ : શું છે AAP ચીફ ગોપાલ ઈટાલિયાની હાલત?
દિલ્હીમાં મેલેનિયા સ્કૂલના બાળકોને મળશે : કેજરીવાલ-સિસોદિયાનું નામ ‘આઉટ’
દેશ ભરમાં ૧૨૬૬ હોસ્પિટલોમાં સફાઈ અભિયાન સલાવાયું
સંસ્કાર પ્રોસેસર્સ મિલના સંચાલકોએ 5, 55, 555, નો ચેક રામ મંદિર નિર્માણમાં સમર્પિત કર્યો
બારડોલીની નવચેતન કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને લક્ષ્ય પુસ્તક વિતરણ કરવામાં આવ્યું
TAGGED:ઉદ્યોગપતિનું અપહરણ
Share This Article
Facebook Email Print
Previous Article યાર્ડમાં હડતાળ યથાવત… ડી-વિડર મશીનથી જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ
Next Article કૂતરો અને દીપડો ખાલી કૂવામાં પડયા… ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up