ઉદ્યોગો ગેસનું બીલ ૪ હપ્તે ભરી શકશે,ચૂકવણામાં વિલંબ થાય તો વ્યાજમાં રાહત

HM News
3 Min Read

– ચૂકવણામાં વિલંબ થાય તો વ્યાજમાં રાહત : ર૩ જુન સુધીની મુદતઃ સીરામીક સહિતના ઉદ્યોગકારો માટે સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર : રાજયના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આજની તાજી પરિસ્થિતિની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજયમાંથી પરપ્રાંતિય લોકોન તેમના વતન મોકલવાની પ્રક્રિયા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે.સરકારે ઉદ્યોગ ગૃહો માટે ગેસ બીલ ભરવામાં હપ્તાની સુવિધા આપવાનો નિર્ણય કર્યાનું તેમણે જાહેર કર્યુ છે.રાજયમાં ઘણા ઉદ્યોગો એવા છે કે ગુજરાત ગેસ વાપરે છે.તેના માટે માર્ચના બીજા સપ્તાહમાાં બીલ ડયુ હતા તેની મુદત ૧પ મે કરેલ છે. ૧૦ મી મે ના દિવસે ગેસના ચાર્જજીન્સ ડયુ થાય તેમને ૧પ-૧પ દિવસના ચાર હપ્તા કરી આપવામાં આવ્યા છે.કોઇ એકમો કોઇ સંજોગો વખત ગેસ ન વાપરતી હોય અને મીનીમમ બીલ આવતુ હોય તેમને બિલ ભરવામાં રાહત આપવામાં આવી છે.

મોરબીમાં સીરામીક ગુજરાત ગેસ વાપરતી હોય તેને ર૩ જુન સુધી બીલ ભરી શકશે.ગઇકાલે નવા ઉદ્યોગ શરૂ થાય તે માટે સરકારે પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી.કંપનીમાં કામ કરતા શ્રમીકોને યોગ્ય વેતન આપવાનું રહેશે.જો કોઇ અકસ્માત થાય તો નિયમ મુજબ કંપનીએ વળતર ચકુવવુ પડશે. ૧૦ મી મેના રોજ ગેસ બીલ ન ભરી શકનાર માટે ર૩ જુન સુધી ચાર હપ્તામાં ભરી શકાય આમ ગુજરાત ગેસ વાપરતા ઉદ્યોગોની બીલ ભરવામાં રાહતો આપવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ ૨૦૨૦ ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ ૧૦ મે સુધી વધારી આપવા નો નિણર્ય કર્યો છે તારીખ ૧૦ મે ના ડ્યુ થતી રકમ હવે ૨૩ જૂન સુધી ભરી શકાશે અને આ માટે ૧૫-૧૫ દિવસ ના ચાર હપ્તા આપવામાં આવશે.

વિજયભાઈ રૂપાણી એ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય આવા ઉદ્યોગકારો માટે લઈને એવું પણ જાહેર કર્યું છે કે ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિકસ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસ માંથી પણ ૩ મહિના એટલેકે એપ્રિલ મે અને જૂન માસ માટે મુકિત આપવામાં આવી છે તેમણે એવી મહત્વ ની રાહત પણ આ ઉદ્યોગોને આપી છે કે ગુજરાત ગેસ કંપની લિમિટેડના બિલની વિલંબિત ચુકવણી એટલેકે મોડા ભરવા માં આવે તો જે ૧૮ ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે ૧૦ ટકા જ વસૂલ કરાર્શેં મુખ્યમંત્રીશ્રીએ રાજયના મોરબી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત ના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડ નો ગેસ વપરાશ કરે છે તેમને હાલ ની લોક ડાઉન ની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *