By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉધનામાં ઉધારમાં બીડી આપવાની ના પાડતા ચપ્પુ બતાવી રૂ. 26 હજારની લૂંટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ઉધનામાં ઉધારમાં બીડી આપવાની ના પાડતા ચપ્પુ બતાવી રૂ. 26 હજારની લૂંટ
GeneralSurat

ઉધનામાં ઉધારમાં બીડી આપવાની ના પાડતા ચપ્પુ બતાવી રૂ. 26 હજારની લૂંટ

HM News
Last updated: 24/05/2022 6:33 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.24 મે 2022,મંગળવાર : ઉધના ભીમનગર આવાસમાં દુકાનદારે ઉધારમાં બીડી આપવાનો ઇન્કાર કરતા માથાભારે યુવાને ચપ્પુ વડે ડરાવી રોકડ,મોબાઇલ અને સોનાની કડી મળી કુલ રૂ. 26,300ની મત્તા લૂંટી લેતા ઉધના પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઉધના ભીમનગર આવાસની બિલ્ડીંગ નં.20 માં અનાજ-કરિયાણાની દુકાને ગત રાતે સાગર ઉર્ફે સાગર માનસિક દશરથ કજબે (રહે.ઠાકોર નગર,ડીંડોલી)આવ્યો હતો.દુકાનદાર દેવીલાલ ભેરૂલાલ કુમાવત(ઉ.વ.25 ઘર નં.8,બિલ્ડીંગ નં.20,ભીમનગર આવાસ,ઉધના અને મૂળ રહે.મોરા,તા,રેલમંગરા,જિ.રાજસમદ,રાજસ્થાન)પાસે ઉધારમાં બીડી માંગી હતી.પરંતુ દેવીલાલે ઇન્કાર કરતા સાગરે તું મને જાણતો નથી,હું સાગર માનસિક છું,તું મને ઉધાર નહીં આપશે તો કમર પર લટકાવેલું ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.5 હજાર અને કેશ કાઉન્ટરમાંથી રૂ.8 હજાર,મોબાઇલ ફોન અને કાનમાં પહેરેલી સોનાની કડી મળી કુલ રૂ.26,300 ની મત્તા લૂંટીને ભાગી ગયો હતો.

લાઇમ પાવડરની આડમાં દારૃની હેરાફેરી કરતો આરોપી પકડાયો
સલમાન ખાનનું મર્ડર કરવા મુંબઈ પહોંચી ગયો હતો શૂટર સંપત નેહરા ,બિશ્નોઈ ગેંગના અનેક ખુલાસા
શિવસેના સંજય રાઉતને એકલા પાડવાની વેતરણમાં?
MSME ઉદ્યોગોને માટે બેંકોએ 1.30 લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી
કોસંબાના પીપોદરા તથા નવાપરા GIDCમાંથી 622 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો
Share This Article
Facebook Email Print
Previous Article ભટારના સાકાર શોપીંગમાં સ્પાની આડમાં ધમધમતા કૂંટણખાના પર દરોડા
Next Article સુરત : અનવર નગર વસાહત ડિમોલિશનની કામગીરી આડે અવરોધ દુર થયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up