સુરત : ઉધના થી લિંબાયત તરફ રવિવારે રાતે બાઇક પર જતી વખતે યુવાનનો અજાણ્યા ઈસમો મોબાઈલ ઝૂંટવીને ભાગતા હતા.જેથી યુવાન તેમનો પીછો કરવા જતા તેની બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા થવાથી મોત થયુ હતુ.નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં પદમાવતી સોસાયટી પાસે તાજ પેલેસમાં રહેતો 22 વર્ષીય મોહમ્મદ તકસીર મોહમ્મદ વસીમ સિદ્દીકી રવિવારે રાત્રે ઉધના થી બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો.તે સમયે ઉધના થી લિંબાયત તરફ રોડ પર બાઈક સ્લીપ થતા અક્સમાત થતા ગંભીર હાલતમાં નવી સિવિલમાં ખસેડાયો હતોપણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો.તેના પિતાની ઉધના ખાતે ફેબ્રિકેશનની દુકાન છે.રવિવારે પિતાની દુકાનેથી નમાઝ અદા કરી ઘરે જવા નીકળ્યો ત્યારે બાદ ઉધના બ્રીજ પાસે મોબાઇલ પર કોઇની સાથે વાત કરતો ત્યારે અજામ્યા તેનો મોબાઇલ ઝૂંટવી ગયા હતા.સ્નેચરોને પીછો કરતી વેળા આ અકસ્માત સર્જાઓ હતો એમ તેના સબંધીઓએ કહ્યું હતું.મોહમ્મદ તકસીર બીકોમ પૂર્ણ કર્યા બાદ એમ.બી.એના અભ્યાસની તૈયારી કરતો હતો.તેના બે ભાઇ છે.ઉધના પોલીસે જણાવ્યું હતું કે તેના પરિવાર અને સંબંધીઓ તેનો મોબાઇલ ઝુંટવીને ભાગ્યા હોવાની વાત કરી છે.જેથી તે વિસ્તારના સી.સી.ટી.વી કેમેરા ચેક કરીને તે દિશા પણ તપાસ કરવામાં આવશે.બાદમાં હકીકત જાણવા મળશે.

