ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉન્નાવ રેપ કેસમાં દોષી કુલદુ સેંગરની પત્ની સંગીતા સેંગરને જિલ્લા પંચાયત ચૂંટણીની ટિકિટ આપી છે.હાલમાં કુલદીપ સેંગરની પત્ની સંગીતા જિલ્લા પંચાયત અધ્યક્ષ છે અને 2016માં અપક્ષ અધ્યક્ષ બની હતી.કુલદીપ સેંગર ભાજપાનો ધારાસભ્ય હતો,પણ રેપ કેસમાં દોષી સાબિત થયા પછી તેને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.
કુલદીપ સેંગરની પત્ની સંગીતા સેંગરને ભાજપાએ ફતેહપુર ચૌરાસી ક્ષેત્રથી જિલ્લા પંચાયત સભ્યની ઉમેદવાર બનાવી છે.આ ઉપરાંત પૂર્વ જિલ્લાધ્યક્ષ આનંદ અવસ્થી સરોસી પ્રથમ અને નવાબગંજના નિવર્તમાન બ્લોક પ્રમુખ અરુણ ઔરાસ બીજાથી ભાજપા ઉમેદવારના રૂપમાં ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
તમને જણાવી દઇએ કે, કુલદીપ સેંગર બાંગરમઉથી ભાજપાની ટિકિટ પર 4 વાર ધારાસભ્ય રહી ચૂક્યો છે. 2017માં ઉન્નાવના ચર્ચિત રેપ કેસમાં કુલદીપ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર પછી ભાજપાએ ઓગસ્ટ 2019માં તેને પાર્ટીમાં બહારનો રસ્તો દેખાડ્યો હતો અને ત્યાર પછી તેની વિધાનસભાની સભ્યતા પણ સમાપ્ત કરી દેવામાં આવી હતી.
ગયા વર્ષે કોર્ટે કુલદીપ સેંગરને રેપ અને અપહરણ કેસમાં દોષી ગણતા તેને આજીવન કેદની સજા આપી હતી.તો રેપ સર્વાઇવરના પિતાની પોલીસ કસ્ટડીમાં થયેલી મોતના કેસમાં પણ સેંગર સહિત દરેક દોષીઓને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે કહ્યું હતું કે દોષી તેની સ્વાભાવિક ઉંમરથી અંત સુધી જેલમાં રહેશે.ભાજપાએ ઉન્નાવમાં જિલ્લા પંચાયત સભ્યોના 51 ઉમેદવારોની લિસ્ટ બહાર પાડી છે. જેમાં વોર્ડ નંબર 22 ફતેહપુર ચૌરાસી તૃતીય સીટથી કુલદીપ સેંગરની પત્ની સંગતી સેંગરને પણ ઉમેદવાર બનાવવામાં આવી છે.
ખેર, ઉત્તર પ્રદેશ ગ્રામ પંચાયત ચૂંટણી 2021 યોગી આદિત્યનાથની આગેવાનીવાળી ભાજપા સરકારની લોકપ્રિયતાનું એક અગત્યનું પરીક્ષણ રહેશે અને વિપક્ષી પાર્ટીઓને નાગરિકોના મૂડને પારખવાની તક મળશે. ખાસ કરીને ત્યારે તેઓ દેશમાં ખેડૂતોના વિરોધ પ્રદર્ષનોની પૃષ્ઠભૂમિમાં આવે છે.જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણી 15 એપ્રિલથી શરૂ થનારા 4 ચરણોમાં આયોજિત કરવામાં આવશે, જ્યારે પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.


