– કિંચિત રાયની સ્મશાન યાત્રા નીકળતા ગમગીની છવાઇ
ઉમરગામ : બે દિવસ પહેલા રાત્રે બાઇક પર પોતાના ઘરે જતા ઉમરગામ પાલિકાના વોર્ડ નં 3 ના નવનિયુક્ત કાઉન્સિલર કિંચિત રાયને સંજણ ઉમરગામ મુખ્ય માર્ગ પર ડમરુવાડી ખાતે ટેમ્પોએ અડફતે લેતા માથા અને પગમાં ગંભીર ઈજાઓ થતા વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ તેની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેઓને વધુ સારવાર અર્થે મુંબઈ લઇ ગયા હતા જ્યાં કિંચિત રાયનું સારવાર દરમ્યાન સોમવારે મોડી રાત્રે અવસાન થયુ હતું.આ વાતની જાણ ઉમરગામ વિસ્તારમાં ફેલાતા ગમગીની છવાઇ ગઇ હતી.
મંગળવારે બપોરે તેનો પાર્થિવ શરીર નિવાસ સ્થાને લવાયો હતો ત્યારે સૈ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી.સ્વભાવે મિલનસાર અને ઉત્સાહી તેમજ સેવાભાવી કિચિત સુરેન્દ્રભાઈ રાય ઉમરગામ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.-3 માંથી વિજેતા બન્યા હતા.તેઓ તેમની પાછળ પત્ની અને બે બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે.મંગળવારે સાંજે સદ્દગતની નીકળેલી અંતિમ યાત્રામાં જિલ્લા,તાલુકા અને શહેરના કોંગી અગ્રણીઓ,મિત્ર મંડળ,સગા સંબંધીઓ જોડાયા હતા.