આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી ને ધ્યાન માં રાખી તાલુકા પંચાયત સીટ દીઠ અગત્યની બેઠક ઉમલ્લા,ઝઘડીયા તેમજ રાજપારડીમા રાખવામાં આવી.આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ ઝઘડીયા તાલુકાના સુલતાનપુરા,ઉમલ્લા તેમજ રાજપારડી ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતોની બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ માટીએડા,સામાજિક આગેવાન રવજી વસાવા,મહામંત્રી દિનેશ વસાવા,મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ,નરેન્દ્ર વસાવા,રશ્મિ પંડ્યા તેમજ તાલુકોના ભાજપના કર્યકર્તાઓએ હાજરી આપી હતી.તેમજ 1992 ઓયોધ્યા ગયેલા 6 કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.


