By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉમેદવારોની કુંડળી.. આમ આદમીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે 17 કોર્ટ કેસ ચાલે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉમેદવારોની કુંડળી.. આમ આદમીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે 17 કોર્ટ કેસ ચાલે છે
GeneralGujarat NowPolitics

ઉમેદવારોની કુંડળી.. આમ આદમીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે 17 કોર્ટ કેસ ચાલે છે

HM News
Last updated: 14/11/2022 11:42 AM
HM News
3 years ago
Share
SHARE

– ભાજપ,કોંગ્રેસ કે આપ,સુરતના 90 ટકાથી વધુ ઉમેદવારો લખલૂટ પૈસો અને કરોડોની સંપતિ

– પૂર્ણેશ મોદીએ એફિડેવિટમાં લખ્યું, એમએલએ બન્યા પછી વકીલાત સ્થગિત અને ધારાસભ્ય તરીકે મળતું ભથ્થુંથી જીવન નિર્વાહ

સુરત : આજે સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તા.1લી ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે ઉમેદવારી કરવાની અંતિમ મુદત છે.સુરતની કુલ 16 બેઠકો પર અત્યાર સુધી ભાજપ,કોંગ્રેસ કે આપના જે કોઇ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, તેમણે ઉમેદવારીપત્રક સાથે રજૂ કરેલી એફિડેવિટનું એનાલિસીસ કરતા એવું માલૂમ પડે છે કે કોઇપણ પક્ષના ઉમેદવારો હોય, 90 ટકા ઉમેદવારો લખલૂંટ પૈસો અને કરોડોની સંપતિના માલિક છે.કેટલાક ઉમેદવારોએ પોતાના પૂર્ણસમયના વ્યવસાય અંગે કોઇ સ્પષ્ટ ફોડ પાડ્યો નથી.

કેટલીક રસપ્રદ બાબત એ જણાય આવે છે કે રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ વકીલાતને પૂર્ણસમયનો વ્યવસાય ગણાવ્યો છે પરંતુ, જ્યારથી એમએલએ બન્યા છે ત્યારથી તેમની વકીલાત સ્થગિત છે અને ધારાસભ્ય તરીકેનું જે ભથ્થું મળે છે તેનાથી જીવન નિર્વાહ ચાલે છે.જ્યારે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે સમાજસેવાને જ વ્યવસાય ગણાવ્યો છે અને આ સમાજસેવાના વ્યવસાયમાંથી તેમણે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.57 લાખની કમાણી કરી હોવાનો નિર્દેશ એફિડેવિટમાં કર્યો છે.સુરતના જુદા જુદા ઉમેદવારોની એફિડેવીટ જોતા સૌથી વધુ સંપતિવાન ઉમેદવાર ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાંથી આપ પાર્ટીની ટિકીટ પર ઉમેદવારી કરનાર પ્રકાશ કોન્ટ્રાક્ટર છે,જેમની પાસે 13 કરોડ ઉપરાંતની સંપતિ છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, કરંજના ઉમેદવાર,કામરેજના ઉમેદવારોએ પોતાની સામે પેન્ડીંગ પોલીસ કેસો હોવાનો નિર્દેશ પણ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે.

આપ પાર્ટીના ઉમેદવાર એફિડેવિટમાં પ્રકાશ કોન્ટ્રાક્ટરે 13 કરોડની જમીન-મિલકત હોવાનો નિર્દેશ કર્યો

ચૂંટણી પંચે દરેક ઉમેદવારો માટે મિલકત તથા અપરાધના કેસોનો નિર્દેશ કરતી એફિટેવિટ જમા કરાવવી ફરજિયાત બનાવી છે.સુરતની જુદી જુદી વિધાનસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થયું છે તેની સાથે ઉમેદવારોએ પોતાની એફિડેવિટ પણ ફાઇલ કરી છે.આજે આપ પાર્ટીના ચોર્યાસી બેઠકના ઉમેદવાર અને પરિવર્તન ટ્રસ્ટથી જાણિતા પ્રકાશ કોન્ટ્રાક્ટરે રજૂ કરેલી એફિડેવિટમાં પોતાના પર નોંધાયેલા ફોજદારી ગુનામાં એક કેસ પેન્ડિંગ હોવાનું જણાવ્યુ છે.પ્રકાશ કોન્ટ્રાક્ટરે તેમની એફિડેવિટમાં 2016માં સચિન મગદલ્લા રોડ પર આવેલી કલરટેક્ષ કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ સામે આંદોલન છેડવામાં આવ્યું હતું એ આંદોલનને રાયોટિંગ ગણીને કેસ દર્જ કરવામાં આવ્યો હતો.જેમાં પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રકાશ કોન્ટ્રાક્ટર પર ગુનો નોંધવામાં આવ્યો છે.આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ચૂકી છે અને કેટલીક કલમો ગુજરાત હાઇકોર્ટ દ્વારા કાઢી નાંખવામાં આવી છે તેવું પ્રકાશ કોન્ટ્રાક્ટરે પોતાની એફિડેવિટમાં નિર્દેશ કર્યો છે.વર્ષે ચાર સાડાચાર લાખની સામાન્ય આવક ધરાવતા પ્રકાશ કોન્ટ્રાક્ટરે પોતાની પાસે 13 કરોડની મિલકતો જેમાં જમીન મકાન હોવાનો નિર્દેશ પણ એફિડેવિટમાં કર્યો છે.

સમાજસેવાને વ્યવસાય ગણાવતા સંગીતા પાટીલે ધારાસભ્યકાળ દરમિયાન ગ્રેજ્યુએશન કર્યું

લિંબાયત વિસ્તારના ભાજપાના ઉમેદવાર અને સિટીંગ એમએલએ સંગીતા પાટીલની એફિડેવિટ પરથી જણાય છે કે તેમની આવક તેમના પતિથી વધુ છે.સંગીતા પાટીલે સમાજ સેવાનો તેમનો વ્યવસાય ગણાવ્યો છે અને આ સમાજસેવાના વ્યવસાયમાંથી સંગીતા પાટીલે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.57લાખથી વધુ રકમની કમાણી કરી હોવાનો નિર્દેશ છેલ્લા પાંચ વર્ષના ઇન્કમટેક્સ રિટર્નમાં કર્યો છે. 2022-23ના વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું હજુ તેમનું બાકી છે.જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કર્યો નથી.રસપ્રદ બાબત એ છે કે સંગીતા પાટીલ જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે તેમનું એજ્યુકેશન એસએસસી હતું,જે પછી તેમણે પ્રીપેરેટરી કોર્સ કરીને બાદમાં ગ્રેજ્યુએશન પણ ધારાસભ્યકાળ દરમિયાન જ પૂર્ણ કર્યું છે.

અરવિંદ રાણા દંપતિ 281 એફ.ડી. રશીદ અને 17 બેંક અકાઉન્ટ ઓપરેટ કરે છે

સુરત પૂર્વના ભાજપાના ઉમેદવાર અને સિટીંગ એમએલએ અરવિંદ રાણાની એફિડેવીટનો અભ્યાસ કરતા એ બાબત ફલિત થાય છે કે પ્રિન્ટીંગ પબ્લિશિંગ અને સ્ટેશનરીનો ધંધો કરતા અરવિંદ રાણા અને તેમની પત્ની સ્મોલ સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટનો મોટો પોર્ટફોલિયો ધરાવે છે.અરવિંદ રાણા અને તેમના પત્ની મળીને નાની મોટી મળીને જુદી જુદી બેંકોની કુલ 281 નંગ ફિક્સ ડિપોઝીટની રશીદો ધરાવે છે. રાણા દંપતિની 281 નંગ એફડીની રશીદો મળીને કુલ રોકાણ અંદાજે 77 લાખથી વધુનું છે. અરવિંદ રાણાના પોતાના 9 બેંક અકાઉન્ટ અને તેમની પત્નીના 7 મળીને કુલ 16 એકાઉન્ટ તેઓ ઓપરેટ કરે છે.અરવિંદ રાણા 18 મ્યુચ્યુઅલ ફંડમાં 33.50 લાખ અને તેમના પત્ની 26 મ્યુચ્યુઅલ ફંડમાં 24.30 લાખનું રોકાણ ધરાવે છે.એવી જ રીતે અરવિંદ રાણા પાસે કુલ 30 કંપનીના રૂ.21 લાખના મૂલ્યના શેર છે અને તેમની પત્ની પાસે 58 કંપનીના કુલ રૂ.58 લાખના શેરમાં રોકાણ છે. 2017ના ઇન્કમટેક્સ રિટર્નની આવક અને છેલ્લા ઇન્કમટેક્સ રિટર્નની આવક જોઇએ તો 350 ટકાનો આવકમાં વધારો થયો છે.

કતારગામના વિનુ મોરડીયાએ પરિવારજનોને જ દોઢ કરોડની લોન આપી છે

કતારગામ વિસ્તારના ભાજપાના ઉમેદવાર અને સરકારના પૂર્વમંત્રી વિનુ મોરડીયાએ પોતાનો અભ્યાસ ધો.10 પાસ દર્શાવોયો છે. 2021-22માં રૂ.16.47 લાખની આવક દર્શાવનાર વિનુ મોરડીયાએ અત્યાર સુધીમાં તેમના પરિવારજનો અને પાર્ટનરોને જ રૂ.દોઢ કરોડ જેટલી માતબર રકમની લોન આપી હોવાનું તેમણે એફિડેવીટમાં જણાવ્યું છે.હિસાબી આંટીઘૂંટીમાં વિનુ મોરડીયાએ ગીતાબેન વિનોદભાઇ મોરડીયાને રૂ.37.94 લાખની માતબર રકમની લોન આપી હોવાનું તેમણે એફિડેવીટમાં જણાવ્યું છે.

પૂર્ણેશ મોદી જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી વકીલાત સ્થગિત

સુરત પશ્ચિમ વિસ્તારના ભાજપાના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ પોતાની એફિડેવિટમાં એવો નિર્દેશ કર્યો છે કે વકીલાત તેમનો પૂર્ણ સમયનો વ્યવસાય છે અને જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી વકીલાતનો વ્યવસાય સ્થગિત છે અને ધારાસભ્ય તરીકે તેમને જે ભથ્થું મળે છે,તે જ તેમની આવકનો આધાર છે.પૂર્ણેશ મોદીએ પોતાની એફિડેવીટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેમની સામે અત્યાર સુધીમાં એકપણ ગુનો નોંધાયો નથી કે તેની એફઆઇઆર કે અન્ય નોંધ પોલીસ ચોપડે નથી.

આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર 17 કોર્ટ કેસ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કતારગામ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મની સાથે આપેલા એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની સામે જુદી જુદી કોર્ટમાં 17 જેટલા કેસો ચાલી રહ્યા છે.એક પણ કેસમાં હજુ સુધી તેમની સજા થઇ નથી.એવી જ રીતે આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારો સામે પણ પોલીસ કેસ હોવાનું જે તે ઉમેદવારોએ એફિડેવીટમાં જણાવ્યું છે.

કામરેજ બેઠક પર આપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે 4-4 પોલીસ ફરિયાદ

કામરેજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાની એફિડેવિટમાં એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે તેમની સામે જુદા જુદા પોલિસ સ્ટેશનોમાં ચાર પોલિસ ફરીયાદો થઇ છે અને તે કેસો હજુ પેન્ડીંગ છે, આ કેસોમાં તેમને કોઇ સજા થઇ નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલની ટિકિટ કપાઈ, ઉમેદવાર સંદીપ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી
Next Article સુરત કોંગ્રેસમાં ડખ્ખા પડ્યા! કાર્યકરોએ જ કર્યો ધનસુખ રાજપૂતનો વિરોધ, ઉધના બેઠક પર ઉમેદવાર બદલવા કાર્યકરોની માગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up