સુરત ભાજપાની સંકલન સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં 55 વર્ષથી વધુના દાવેદારોને મુદ્દે ખાસ્સી નારાજગી પ્રવર્તતી હોય 55 ના 60 વર્ષ કરવા પડ્યાં છે. તેમજ ત્રણ ટર્મથી કોર્પોરેટર બનતા આવ્યાં હોય તેમને ટિકિટ નહીં આપવાના મહત્ત્વના નિર્ણયથી ભાજપના ગત ટર્મના 80 માંથી 40થી વધુ સિટીંગ કોર્પોરેટરો કપાઇ જાય તેમ હોય જુથવાદનો પણ સફાયો કરી પાટિલે બરોબર સોગઠી રમી હોવાનું પણ કહેવાય રહ્યું છે.
પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલા નિર્ણયોથી યુવાઓ અને જેને પાર્ટીમાં કે શાસકીય રીતે કોઈ જ લાભ મળ્યો નથી તેવા 60 વર્ષ સુધીના દાવેદારોમા ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તો ત્રણ ટર્મ ભોગવનારા કોર્પોરેટરોે કપાઇ જતાં હોય ભાજપામાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ ફેલાઇ ગયો છે.
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક:28 વોર્ડના ઉમેદવારો નક્કી કરાયા,લિસ્ટ બાકી
ભાજપા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બપોરથી મોડી રાત સુધી ચાલી હતી. એક પછી એક તમામ વોર્ડ અંગે એક બેઠક પર એક સિટિંગ કોર્પોરેટર અન્ય ત્રણ મળી ચાર દાવેદારોના લિસ્ટ પર વિચાર વિમર્શ કરી નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવતાં ગયા હતાં. પરંતુ વોર્ડ નંબર 21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ અને વોર્ડ નંબર 22 ભટાર-વેસુ-ડુમસમાં ચર્ચા માટે પેન્ડિંગ કરવામાં આવ્યાં છે.આ મહત્ત્વના બે વોર્ડ પર કોઇ નિર્ણય પર આવી શકાયું ન હોય શું કરવું તે અંગે વધુ ચર્ચા માટે મોડી રાત્રે પેન્ડિંગ કરી દેવાયા હતાં. વોર્ડ-21 પર સિટિંગ કોર્પોરેટર અનિલ ગોપલાણી, હિતેન્દ્ર ગામીત, સુચિત્રા પટેલ, સુધા નાહતા છે.તો વોર્ડ 22 માં રાજેશ દેસાઇ, મુકેશ પટેલ, કલ્પના અટોદરિયા અને પુષ્પા પટેલ હતાં.
3 ટર્મ ભોગવનારા સિટિંગ કોર્પોરેટરો બહાર થઇ શકે
નીતીન ઠાકર (ભજીયાવાળા)
ડો.જગદીશ પટેલ (બલર) (પૂર્વ મેયર)
નિરવ શાહ (પૂર્વ ડે.મેયર)
પ્રવિણ પટેલ (પૂર્વ સ્થાયી સમિતિ સભ્ય)
વિનોદ મોરડીયા (સિટિંગ કોર્પોરેટર-ધારાસભ્ય)
રાજેશ દેસાઈ (પૂર્વ સ્થાયી ચેરમેન)
રંજનબેન સરતાનપરા
ગીતાબેન પટેલ
પિયુષ શિવશક્તિવાળા
મૂળજી ઠક્કર
સુચિત્રાબેન પેટેલ
દયાશંકર સીંગ
આ 60 વર્ષ વટાવી ચૂકેલા સિટિંગ કોર્પોરેટરો કપાઇ શકે
નીતીન ઠાકર (ભજીયાવાલા)
શંકરલાલ ચેવલી (પૂર્વ ડે.મેયર)
રાજેશ દેસાઈ
ભવાન સિસારા
સુભાષ પાટીલ
મંગનાદેવી શુક્લા
પ્રવિણ કહાર
પુષ્પાબેન પટેલ
રશ્મીકાબેન પટેલ
મન્જુબેન દૂધાત
ડો.રમણ પરમાર
પ્રવિણ પટેલ
મુળજી ઠક્કર
અનિતાબેન યશોધર દેસાઈ
ડો.ડી.એમ.વાનખેડે
ગેપ રાખી 3 ટર્મ ભોગવનારા
અનીલ દીપચંદ ગોપલાણી (સિટીંગ સ્થાયી અધ્યક્ષ)
કાંતીલાલ બલર
સુભાષ પાટીલ
રાજુ દેસાઈ
હિતેન્દ્રકુમાર ગામીત
ડો.રમણ પરમાર
વર્ષાબેન રાણા
મોદી ઉર્ફે રાદડીયા જાદવ રાઘવભાઇ
અરવિંદ રાણા
(ધારાસભ્ય)
ગીતાબેન દેસાઇ
રણજીતકુમાર ચીમના
અજયકુમાર ચોક્સી
શંકરલાલ ચેવલી
નોંધ: ભાજપ પક્ષમાં છેલ્લી ઘડીએ કોઇ નીતિવિષયક ફેરફાર થાય તો આ નામોમાંથી પણ કોઇકને ટિકિટ મળી શકે છે.