હૈદરાબાદ : ઉસ્માનિયા યુનિવર્સિટીનું નામ ભારતની કેટલીએ જૂની યુનિવર્સિટીમાં છે.ત્યાંથી મળતા અહેવાલો જણાવે છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુનિવર્સિટી કેમ્પસમાં ‘અ-રાજકીય’ મુલાકાત માટે માગણી કરી હતી પરંતુ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ તેનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.આ માટે યુનિવર્સિટી તરફથી કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી. પરંતુ તેથી તેલંગાણામાં રાજકીય વમળો શરૂ થઈ ગયા છે.વિશ્વ વિદ્યાલયમાં એક કાર્યક્રમ યોજવાનો હતો, તેના આયોજકોની કારોબારી સમિતિના આ કહેવાતા નિર્ણય અંગે કશી લિખિત-માહિતી આપવામાં આવી નથી.પરંતુ કોંગ્રેસે આ અંગે તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સરકાર ઉપર નીશાન સાધ્યું છે, તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના આ આદેશ સામે હાઈકોર્ટનું શરણ લીધું છે.કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે તેમણે તો ૨૩મી એપ્રિલે અનુમતી માગી હતી, જેમાં જણાવ્યું હતું કે, આ આયોજન સંપૂર્ણ રીતે બિન-રાજકીય જ રહેશે.
આ અંગે અહેવાલો જણાવે છે કે ‘એક અધિકારીએ તેમ જણાવ્યું હતું કે ૨૦૧૭માં જ રાજકીય બેઠકો સહિત ગેરશૈક્ષણિક કાર્યક્રમો ઉપર પ્રતિબંધો મુકાયા હતા. આ પહેલા એક વર્ષ પૂર્વે જ હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં રાજકીય કે અન્ય જાહેર બેઠકોને અનુમતિ આપવી નહીં.’ આ પૂર્વે રાજકીય ગતિવિધિઓને લીધે સતત થઈ રહેલી તકલીફો વિરૂદ્ધ હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરાઈ હતી.
હવે વિશ્વ વિદ્યાલય દ્વારા લેવાયેલા આ નિર્ણય (રાહુલને પ્રવેશ નહીં આપવાના નિર્ણય) અંગે કેમ્પસમાં વિરોધ જાગ્યો છે.યુવક કોંગ્રેસના કેટલાયે નેતાઓએ અને સમર્થકોએ શનિવારે ઓસ્માનિયા યુનિવર્સિટીની આર્ટસ કોલેજમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતાં.તેની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ટીઆરએસ સાથે સંલગ્ન વિદ્યાર્થી સંઘોએ જવાબી પ્રદર્શનો કર્યા હતા.

