ભારતમાં સવાર હતી ત્યારે ઉત્તર કોરિયન શાસક કિમ જોંગ ઉનના બ્રેઇન ડેડના સમાચાર અમેરિકન મીડિયામાંથી આવવા લાગ્યા.એનબીસીની એન્કર કેટી તૂરે ટ્વીટ કરી કે બે અમેરિકન અધિકારીઓના મતે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બ્રેઇન ડેડ થઇ ગયા છે.તેમની તાજેતરમાં જ કાર્ડિયાક સર્જરી થઇ હતી ત્યારબાદ તેઓ કોમામાં જતા રહ્યા.જો કે થોડીક મિનિટોની અંદર જ અમેરિકન પત્રકારે આ ટ્વીટ ડિલીટ કરી દીધી.પત્રકારે સ્પષ્ટતા કરી કે તેઓ વધુ માહિતી આવવાની રાહ જોઇ રહ્યા છે.
વાત એમ છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના દાદાના જન્મદિવસના સમારંભમાં સામેલ ના થતા તેમના સ્વાસ્થ્યને લઇ અંદાજ લગાવામાં આવી રહ્યો છે.સીએનએનના રિપોર્ટમાં એક અમેરિકન અધિકારીના હવાલે લખાયું કે કિમ અસ્વસ્થ હોવાના સમાચાર વિશ્વસનીય છે પરંતુ તેમની બીમારીની ગંભીરતા અંગે ભાળ મેળવવી મુશ્કેલ છે.
દક્ષિણ કોરિયાની મુખ્ય વેબસાઇટ ડેલી એનકેના રિપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉનની 12મી એપ્રિલના રોજ કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ પ્રોસેસર અપાયું.ન્યૂઝ સાઇટના મતે કિમને સ્મોકિંગ, મોટાપા અને વધુ કામ કરવાના લીધે કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ પર રખાયા હતા.હવે હ્યાંગસાન કાઉન્ટીના એક વિલામાં તેમની સારવાર ચાલી રહી છે.
ન્યૂઝ વેબસાઇટના મતે કિમ જોંગ ઉનની તબિયત સુધર્યા બાદ તેમની મેડિકલ ટીમના મોટાભાગના સભ્ય 19 એપ્રિલના રોજ પ્યોંગયોગ પાછા આવી ગયા અને કેટલાંક સભ્ય તેમની રિકવરીની નજર રાખવા માટે તેમની સાથે છે.
ઉત્તર કોરિયા અંગે કોઇ માહિતી નીકાળવી ખૂબ જ મુશ્કેલ કામ છે.ઉત્તર કોરિયા પોતાના નેતા સાથે જોડાયેલી દરેક માહિતીને ખૂબ જ ગોપનીય રાખે છે.ઉત્તર કોરિયામાં પ્રેસ પણ સ્વતંત્ર નથી અને કિમ જોંગની વાત આવવા પર તો તેઓ બિલકુલ મૌન સાંધી લે છે.