[weather_data]
Breaking News
TRENDING NEWS

ઉ.ગુ.માં કોરોના ના વધુ 20 કેસ, એકનું મોત

[updated_date] [post_views]

Table of Content

મહેસાણા : ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ રહ્યો છે,ગુરુવારે અરવલ્લી જિલ્લામાં વધુ ૯,પાટણમાં પાંચ,બનાસકાંઠા અને મહેસાણામાં ત્રણ-ત્રણ મળીને એક જ દિવસમાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ઉત્તર ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોનો આંક વધીને ૭૮૩ થયો છે.ઉપરાંત મહેસાણા જિલ્લાના કડીનાં કોરોનાગ્રસ્ત આધેડ મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં ઉત્તર ગુજરાતમાં કુલ મોતની સંખ્યા પણ ૫૬ થઈ છે.

મોડાસા : મોડાસા શહેરના ૭ સહિત જિલ્લામાં વધુ ૯ કેસ નોંધાતાં કુલ પોઝિટિવ કેસ ૧૭૧ થયા છે. પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતીના જંગરાલની 58 વર્ષીય મહિલા, રાધનપુરની ધાર્મિક સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પુરૂષ, પાટણના જકસીવાડા મહોલ્લાના 62 વર્ષીય પુરુષ, સિદ્ધપુરના તાહેરપુરાના 45 વર્ષીય પુરૂષ, પાટણ શહેરની ખેજડાની પોળ સોનિવાડાના 70 વર્ષીય વૃદ્ધ મહિલા મળી પાંચનો ગુરુવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જિલ્લામાં કુલ દર્દી ૧૩૦ થયા છે.

મહેસાણા : મહેસાણા શહેર પરા વિસ્તારના ડી.જી.નગરમાં રહેતા ૩૬ વર્ષિય પુરુષ, નાનીકડીના કૌશલ્ય બંગ્લોઝના ૫૫ વર્ષના પુરુષ અને કડીના બુડાસણના ૯૦ વર્ષના પુરુષ ગુરુવારે કોરોના સંક્રમિત જાહેર થતાં જિલ્લામાં કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા ૧૯૪ થઈ છે. ઉપરાંત કડીનાં ૫૦ વર્ષનાં કોરોનાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન ગુરુવારે મોત થયું હતું. પાલનપુર : બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં ગુરૂવારે ત્રણ નવા કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 159 થયો છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles