લખનૌ : પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના (PMGKY) નીચે ગરીબોને નિ:શુલ્ક અન્ન આપવાનો કાર્યક્રમ તો ઉ.પ્ર.ની સરકારે ચાલુ રાખ્યો જ છે.જે પ્રમાણે મહિનામાં ૩ વખત તો નિ:શુલ્ક અન્ન મળશે જ.પરંતુ ચોથી વખત માસના અંતમાં ગરીબોને મીઠું, તેલ અને ચણા (એપ્રિલના છેલ્લા સપ્તાહમાં) નિ:શુલ્ક આપવા નિર્ણય કર્યો છે.આ મહિને ત્રણ વખત નિ:શુલ્ક રેશન ત્રણ વખત અપાશે.કારણ કે માર્ચ મહિનાનું રેશન બીજી વખત આપી ન શકાતાં એપ્રિલના પહેલા સપ્તાહમાં આપવાનો નિર્ણય લેવાયો છે.નેશનલ ફૂડ સિકયોરીટી એક્ટ (NFSA) નીચે આ રેશન (નિ:શુલ્ક) વહેંચવામાં આવે છે.તે યોજના નીચે દરેક યુનિટને પાચ કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે.આ અંગે વિશ્લેષણકારો જણાવે છે કે નિ:શુલ્ક અન્ન વિતરણ એક સારી વાત છે. પરંતુ આ બધું કયાં સુધી ચાલી શકે ? પ્રશ્ન માત્ર અન્ન પૂરતો મર્યાદિત નથી.મૂળભૂત પ્રશ્ન તો બેકારીનો છે.સાથે અસહ્ય બની રહેલી મોંઘવારીનો છે.ફુગાવાનો પણ છે.આ પ્રશ્નો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી – રોમન સામ્રાજ્યના સમયમાં ગરીબોને નિ:શુલ્ક અનાજ સહાય માટે અપાતું હતું.જેને કોર્ન-ડોલ્સ કહેવાતા.તે માર્ગે જવાને બદલે રોજગારી વધે તેવા પ્રયત્નો અનિવાર્ય છે.જો કે ત્યાં સુધી તો આ કલ્યાણ યોજના ચાલુ રાખવી અનિવાર્ય જ છે.જેથી આ બેફામ વધતી મોંઘવારીમાં તેઓને થોડી રાહત મળી રહે.