મુંબઈ : દેશમાં કઠોળના એકંદર ઉત્પાદનમાં પચાસ ટકાથી વધુ હિસ્સો ધરાવતા ચણાની ટેકાના ભાવે ખરીદી વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૧૮.૬૦ લાખ ટન્સ પર પહોંચી ગઈ છે.ગયા વર્ષની રવી મોસમમાં આ ગાળા સુધીમાં ખરીદીનો આંક પાંચ લાખ ટન રહ્યો હતો.ચણાના મુખ્ય ઉત્પાદક રાજ્યો મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ખેડૂતો વધુને વધુ ચણા મંડીમાં લાવી રહ્યા હોવાથી વર્તમાન વર્ષમાં ટેકાના ભાવે ખરીદીનો આંક વીસ લાખ ટન્સને પાર કરી જવાની અપેક્ષા છે.નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(નાફેડ)મારફત ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.
2021-22ની મોસમમાં કુલ 6 લાખ ચણાની ટેકાના ભાવે ખરીદી થઈ હતી.વર્તમાન મોસમમાં ખરીદીનો ટાર્ગેટ ૨૯ લાખ ટન રખાયો હોવાનું નાફેડના સુત્રોએ જણાવ્યું હતું.ઊંચા પાકને કારણે ચણાના ભાવ હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4700થી રૂપિયા 5000 બોલાઈ રહ્યા છે,જ્યારે ટેકાનો ભાવ રૂપિયા 5230 છે.ચણાના ઊંચા ઉત્પાદનને કારણે વિવિધ પ્રકારના મળીને સરકાર પાસે હાલમાં 33 લાખ ટન્સ કઠોળનો બફર સ્ટોકસ છે.જ્યારે ધોરણ 23 લાખ ટન્સ જાળવવાનું છે.


