કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામની સીમમાં ને.હા.48 ઉપર રોડની સાઈડમાં આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ એક ટ્રકમાંથી એસઓજી પોલીસની ટીમે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.હોટલના માલિકે જણાવ્યુ હતું કે આ ટ્રક છેલ્લા બે દિવસથી કોઈ પાર્ક કરી ગયું છે.પોલીસે ટ્રકમાંથી 701.100 કિલોગ્રામ ગાંજો અને ટ્રક મળી કુલ રૂ. 80,11,100 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને વોંટેડ કરી આ ગાંજો કોણ અને ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એસઓજી પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઊંભેળ ગામની સીમમાં ને.હા.48 ઉપર રોડની બાજુમાં આવેલ હોટલ મહાદેવના પાછળની તરફના પાર્કિંગમાં એક કન્ટેનર વળી ટ્રક પાર્ક કરેલ છે. અને જે ટ્રકમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ભરેલ છે.જે હકીકતના આધારે એસઓજી પોલીસની ટીમ બાતમી મુજબની જગ્યાએ પાર્કિંગમાં પહોંચતા ત્યાં બાતમી મુજબની એક શકાસ્પદ ટ્રક નંબર HR-46-D-7337 પાર્ક કરેલ જોવા મળી હતી.અને ટ્રકની આસપાસ તપાસ કરતાં ચાલક મળી આવ્યો ન હતો.જેથી પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો ભરેલ 30 જેટલી પ્લાસ્ટિકની ગુણો મળી આવી હતી.અને તેનો વજન કરતાં 701.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂ, 70.11 લાખ તેમજ ટ્રક કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ, 80,11,000 નો મુદ્દામાલ એસઓજી પોલીસે કબ્જે કર્યો હતો પોલીસે હોટલના માલિકની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યુ હતું કે આ ટ્રક બે દિવસ અગાઉ કોઈ પાર્ક કરી ગયું હતું.પોલીસે ચાલકને વોંટેડ જાહેર કર્યો હતો.અને આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો કોણ અને ક્યાંથી લાવ્યું અને કોણે મંગાવ્યો હતો.તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


