ઋષભ પંતને છેતરનારા ક્રિકેટરને હાજર કરવા આર્થર રોડ જેલને આદેશ

HM News
1 Min Read

મુંબઈ : દિલ્હી કોર્ટે તાજેતરમાં ઓર્થર રોડ જેલ ઓથોરિટીને નોટિસ મોકલાવીને આરોપી હરિયાણા ક્રિકેટર મૃણાંક સિંહને ક્રિકેટર ઋષભ પંતે ક રેલા ચેક બાઉન્સિંગ કેસમાં હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હી કેપિટલ ક્રિકેટર અને કેપ્ટન ઋષભ પંતે આરોપ કર્યો હતો કે સિંહે તેની સાથે મોંઘી ઘડિયાળ અને અન્ય ઉપકરણો ભારે ડિસ્કાઉન્ટના દરે મેળવી આપવાના બહાને રૃ.૧.૬૩ કરોડની છેતરપિંડી કરી છે.મૃણાંક સિંહ હાલ જુહુ પોલીસે નોંધેલા અન્ય ઠગાઈના કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે.સાકેત ડિસ્ટ્રીક્ટ કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અભિતેશ કુમાર ૧૩ મેના રોજ આર્થર રોડ જેલને નોટિસ આપીને મૃણાંકને વિડિયો કોન્ફરન્સ દ્વારા ૧૯ જુલાઈ ૨૦૨૨ના રોજ સુનાવણીમાં હાજર રાખવા જણાવ્યું છે.કોર્ટે સંબંધીત એસએચઓ ને નોટિસ આપવાનો નિર્દેશ આપ્યો છે.

જહુ પોલીસ ેનોંધેલા કેસ સંબંધે ત્રીજી મે ૨૦૨૨થી સિંહ આર્થ રોડ જેલમાં છે.પંતે તેના મેનેજર પુનીત સોલંકી સાથે મળીને સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી.ચેક બાઉન્સિંગ મારફત રૃ.૧.૬૩ કરોડની છેતરપિંડી થયાનો આરોપ કર્યો છે.પંતે રૃ.૬.૨૫ લાખ અને રૃ.૬૨.૬૦ લાખની ઈમ્પોર્ટેડ ઘડિયાળો વેચવા આપી હતી અને બંને વસ્તુ સિંહને આપ ીહતી.પંતે વિવિધ લક્ઝુરિયસ વસ્તુઓ ખરીદવા રૃ.બે કરોડ પણ સિંહને આપ્યા હતા.સિંહ આ વસ્તુ આપવામાં નિષ્ફળ ગયો હતો અને સોદો રદ કરાયો હતો.આથી બંને પક્ષે રૃ.૧.૬૩ લાખમાં સમજૂતી સાધવાનું નક્કી કર્યું હતું.સિંહે પંતને ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *