અમદાવાદ : ભારતી બાપુના સરખેજ સ્થિત આશ્રમની સત્તાને લઇ વિવાદ બાદ શિષ્ય યદુનંદન ભારતીજીએ ગુરુભાઇ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ મથકમાં અરજી કરી છે.જેમાં ઋષિ ભારતીએ પ.પૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના 15 દિવસ બાદ તેમના નામનું બોગસ વિલ ઊભું કર્યું હોવાનો આક્ષેપ સંતોએ કર્યો છે.ત્યારે આખાય પ્રકરણ વચ્ચે સ્વામી ઋષિ ભારતી મહારાજે ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી હતી,જેમાં સુનાવણીના અંતે ગ્રામ્ય કોર્ટે ઋષિ ભારતી મહારાજ સામે ફરિયાદ કરવી હોય તો સાત દિવસ પહેલાં જાણ કરવાનો કોર્ટે આદેશ કરી જામીન અરજીનો નિકાલ કર્યો છે.સ્વામી ઋષિ ભારતી મહારાજે ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે,હું ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છું.3 જુલાઇ 2010ના રોજ આ ટ્રસ્ટના મુખ્ય માલિક મહંત મહામંડલેશ્વર સ્વામી વિશ્વંભર ભારતીજી મહારાજે પોતાની મરજીથી મને વિલ કરી આપ્યું હતું.જેમાં તેમના અવસાન બાદ હું માલિક હોઇશ તેવું લખેલું છે જે વીલ રજિસ્ટર્ડ છે.ત્યારે સરખેજ પોલીસ મથક દ્વારા જાણવા મળ્યું છે કે,હું આશ્રમ ગેરકાયદે રીતે ધરાવું છું.
મારી પાસે રજિસ્ટર ડીડી પણ છે પરંતુ ખોટી રીતે મારી પર કેસ કરવામાં આવે તેવી શક્યતા છે.હું ધાર્મિક પ્રચાર અને સેવા કરું છું.કોઇ જ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ નથી.મારી સામે આવી કોઇ જ ફરિયાદ થઇ છે કે નહીં તે અંગે જાણ નથી પરંતુ પ્રોટેક્શન મળે તે માટે આગોતરા જામીન આપવા જોઇએ.આવી રજૂઆત બાદ કોર્ટે સરખેજ પોલીસને નોટિસ ઇશ્યૂ કરી હતી.જેથી પોલીસે રિપોર્ટ રજૂ કોર્ટને જણાવ્યું હતું.બન્નેએ સામ સામે અરજી કરી છે તપાસની મંજૂરી મેળવવા સીપી પાસે મોકલી છે તો બીજી તરફ પોલીસ કમિશનરે એવો રિપોર્ટ રજૂ કર્યો હતો કે,અરજદાર સ્વામી ઋષિભારતી મહારાજે યદુનંદન હરિહરાનંદ સામે અરજી કરી છે.જ્યારે યદુનંદન હરિહરાનંદે સ્વામી ઋષિભારતી મહારાજ સામે અરજી કરી છે.આમ બન્નેએ સામ સામે અરજી કરી છે.જેમાં બન્નેએ ટ્રસ્ટની જગ્યાએ અને દુકાનોના ભાડાની બાબતે તકરાર છે.


