નવી દિલ્હી : તા.09 જુલાઈ 2022,શનિવાર : પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે ગઈ કાલે બોરિસ જોનસનના રાજીનામા બાદ બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા માટે દાવો રજૂ કરવાનું એલાન કર્યું છે.સુનકે ટ્વીટર પર શેર કરેલા એક કેમ્પેઈન વીડિયોમાં કહ્યું કે,હું કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતા અને તમારા વડાપ્રધાન બનવા માટે ઊભો છું.ચાલો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરીએ અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ કરીએ અને દેશને ફરીથી જોડીએ.
ઋષિ સુનકના દાદા-દાદી પંજાબથી આવ્યા હતા.ઋષિ સુનકે ઓગષ્ટ 2009માં ભારતીય અબજપતિ એન.આર.નારાયણ મૂર્તિ,ઈન્ફોસિસના સંસ્થાપકની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગન કર્યા હતા.અક્ષતા અને સુનકની મુલાકાત કોલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી.તેમની બે પુત્રીઓ છે.વીડિયોમાં 49 વર્ષના ઋષિ સુનકે પોતાની દાદીની કહાની શેર કરી જે સારા જીવનની શોધમાં ઈંગ્લેન્ડ માટે એક વિમાનમાં સવાર થયા હતા.ઋષિ સુનકે વીડિયોમાં કહ્યું કે,તેઓ એક નોકરી શોધવામાં સફળ રહ્યા પરંતુ તેમના પતિ અને બાળકોને તેમનું પાલન કરવા માટે પર્યાપ્ત પૈસા બચાવવા માટે લગભગ એક વર્ષ લાગી ગયું હતું.તેમણે આગળ કહ્યું કે,તેમના માટે તેમનો પરિવાર સર્વસ્વ છે.રાજકોષના ચાન્સેલરના રૂપમાં સુનકના રાજીનામા બાદ બોરિસ જોનસન કેબિનેટમાં રાજીનામાથી હલચલ મચી ગઈ હતી અને તેમને પદ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું.જો ઋષિ સુનક શીર્ષ સીટ જીતશે તો તેઓ બ્રિટિશ પીએમ બનનાર પ્રથમ ભારતીય મૂળના નાગરિક હશે.

