By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઍપલ પ્રોડક્શન માટે ચીનને બદલે હવે ભારત પસંદ કરશે?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઍપલ પ્રોડક્શન માટે ચીનને બદલે હવે ભારત પસંદ કરશે?
GeneralInternational

ઍપલ પ્રોડક્શન માટે ચીનને બદલે હવે ભારત પસંદ કરશે?

HM News
Last updated: 23/05/2022 7:16 AM
HM News
3 years ago
Share
SHARE

વૉશિંગ્ટન : ચીનમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટેનાં આકરાં નિયંત્રણોથી આખરે ભારતને લાભ થઈ શકે છે.ઍપલે એના અનેક કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરર્સને જણાવ્યું છે કે એ ચીનની બહાર ઉત્પાદન વધારવા ઇચ્છે છે,જેના માટે કોરોનાને ફેલાતો અટકાવવા માટેનાં નિયંત્રણો સહિતનાં કારણો આપવામાં આવ્યાં છે.એક અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર ઍપલ અત્યારે ચીનના વિકલ્પ તરીકે ભારત અને વિયેટનામ જેવા દેશોનો વિચાર કરી રહ્યું છે.અત્યારે ઍપલના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત અને વિયેટનામનો હિસ્સો બહુ ઓછો છે.સ્વતંત્ર કૉન્ટ્રૅક્ટર્સ ચીનમાં આઇફોન્સ,આઇપેડ્ઝ અને મેકબુક્સ કમ્પ્યુટર્સ જેવી ઍપલની ૯૦ ટકાથી વધારે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.નિરીક્ષકો અનુસાર ચીન પર ઍૅપલની નિર્ભરતાના કારણે એના માટે જોખમ છે,કેમ કે ચીનમાં સામ્યવાદી શાસન અને એના અને અમેરિકા વચ્ચે આર્થિક મોરચે ઘર્ષણ થઈ રહ્યું છે.ઍપલના મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્સ અનુસાર કંપની વધારે વસ્તી અને ઓછા ઉત્પાદનખર્ચના કારણે ચીનના વિકલ્પ તરીકે ભારતને જુએ છે.

ઍપલ ચીનમાં સ્થાનિક સરકારોની સાથે મળીને એ ખાતરી રાખવા માટે કામ કરી રહી છે કે એના કૉન્ટ્રૅક્ટર્સને એના વિશાળ પ્લાન્ટ્સમાં આઇફોન્સ અને અન્ય ડિવાઇસિસને ઍસેમ્બલ કરવા માટે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ,જમીન અને સપ્લાય મળે.ઍપલના સીઈઓ ટિમ કૂકે એપ્રિલમાં જણાવ્યું હતું કે‘અમારી સપ્લાય ચેઇન ખરેખર વૈશ્વિક છે અને એટલે પ્રોડક્ટ્સ બધી જ જગ્યાએ બને છે.અમે બધી જ જગ્યાએ સ્થિતિ અને સંસાધનોનો સૌથી અસરકારક ઉપયોગ માટે સતત અને શક્ય એટલી કોશિશ કરી રહ્યા છીએ.’૨૦૨૦ની શરૂઆતમાં દુનિયાભરમાં કોરોનાની મહામારી ફેલાઈ એના પહેલાં ઍપલ ચીનની બહાર બીજા દેશોમાં ઉત્પાદન વધારવા માટે કોશિશ કરી રહ્યું હતું,પરંતુ મહામારીએ એના પ્લાનને અવરોધ્યો હતો.

કોરોનાના નવા 140 કેસ, અમદાવાદમાં 81 દર્દી, વડોદરામાં 21 કેસ નોંધાયા
માસ્કના દંડ બાબતે પોલીસે વડોદરાના કોંગ્રેસના પૂર્વ સાંસદને લાફો મારી દીધો
બેંગાલુરુની સહકારી બેંકના રૂ. 1000 કરોડના કૌભાંડમાં એકની ધરપકડ
યુક્રેન પર આક્રમણ બદલ વિશ્વભરમાં રોષ યુરોપ વધુ આકરા પ્રતિબંધોની તૈયારીમાં
કોરોના વેકિસન લેવાથી મરી જવાનો ડર : ૨૦૦ લોકો સરયૂ નદીમાં કૂદી પડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ, 100 ફ્લાઈટ્સ મોડી, 19 ડાયવર્ટ
Next Article કરે કોઈને ભરે કોઈ જેવો વહીવટ, મ્યુનિ.ના મેસેજની ભુલથી મોટી સંખ્યામાં લોકો બુસ્ટર ડોઝ લેવા દોડયાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up