અમદાવાદ : કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત યુનિ.-કોલેજોના વિદ્યાર્થીઓને કોર્સ-કોલેજ ટ્રાન્સફર માટે અને મલ્ટીપલ એન્ટ્રી-મલ્ટી પલ એક્ઝિટ માટે સુવિધા તેમજ સરળતા માટે તે માટે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ (એબીસી) સીસ્ટમ લાગુ કરવામા આવી છે.આ સીસ્ટમ અંતર્ગત યુજીસી દ્વારા તમામ યુનિ.ઓ-કોલેજોને તાકીદે આ સીસ્ટમને લાગુ કરવા આદેશ કરવામા આવ્યો છે અને ૨૦૨૧-૨૨ના વર્ષમાં અને તે પછી વિદ્યાર્થીઓએ મેળવેલ ક્રેડિટસનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા પરિપત્ર કરવામા આવ્યો છે.
યુજીસીએ તમામ યુનિ.ઓના કુલપતિ અને ઓટોનોમસ કોલેજોના આચાર્યોને પરિપત્ર કરીને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સીસ્ટમના ત્વરીત અને સુચારૃ અમલ માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરવા સૂચના અપાઈ છે.આ ઓફિસરોની વિગત પણ યુનિ.-કોલેજોએ વેબસાઈટ પર મુકવાની રહેશે યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને જણાવ્યુ છે કે તમામ વિદ્યાર્થીઓને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ શું છે અને તેના ફાયદા તેમજ તેના ઉપયોગ અંગે માહિતગાર કરવામા આવે.કેન્દ્ર સરકાર દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનું અલગ પોર્ટલ પણ શરૃ કરવામા આવ્યુ છે જેને કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયના ઈ-ગવર્નન્સ ડિવિઝન દ્રારા તૈયાર કરાયુ છે.
જેની હાયપરલિંક દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ પોતાની વેબસાઈટ પર મુકવાની રહેશે.આ પોર્ટલ પર વિદ્યાર્થી અને યુનિ.-કોલેજો રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે.યુનિ.ઓએ પોતાના ૨૦૨૧-૨૨ના વર્ષના વિદ્યાર્થીઓનો ક્રેડિટસ પોઈન્ટનો ડેટા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.વિદ્યાર્થીને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ પરથી પોતાના ડિગ્રી-ડિપ્લોમા કોર્સના તમામ ક્રેડિટ પોઈન્ટસની માહિતી મળશે અને વિદ્યાર્થી એક કોેલેજ થી બીજી કોલેજ કે એક યુનિ.થી બીજી યુનિ.માં મલ્ટી ડિસ્પિલનરી -મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ હેઠળ પ્રવેશ મેળવે કે ટ્રાન્સફર કરાવે ત્યારે ક્રેડિટ બેંક દ્વારા યુનિ-કોલેજ અને સ્ટુડન્ટસ બંનેને ફાયદો થશે.