મુંબઈ : અભિનેતા અર્જુન રામપાલની પાર્ટનરના ભાઈ સાઉથ આફ્રિકન નાગરિક એજિસિલાઓસ ડેમેટ્રીયાડ્સે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)દ્વારા અટકાયતને બોમ્બે હાઈ કોર્ટમાં પડકારી છે.કેન્દ્રના નાણા મંત્રાલય ખાતેના મહેસૂલ વિભાગમાં પ્રિવેન્શન ઓફ ઈલિસિટ ટ્રાફિક ઈન નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીસ(પીઆઈટીએનડીપીએસ)યુનિટે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ પ્રિવેન્ટિવ ડિટેન્શનનો આદેશ આપ્યો હતો.ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદે ટ્રાફિકિંગમાં રાચવાથી અટકાવવા માટે કેન્દ્રીય નાણા મંત્રાલયના મહેસૂલ ખાતાના સંયુક્ત સચિવ રવિ પ્રતાપ સિંહે આદેશ જારી કર્યો હતો.અનેસીબીએ નોંધેલા બે કેસમાં ડીમીટ્રીયાડ્સ આરોપી છે અને એમાંના એક કેસમાં ૧૮ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેની ધરપકડ કરાઈ હતી.આ કેસમાં તેને જામીન મળ્યા એના આગલા દિવસે એજન્સીએ તેને બીજા કેસમાં પકડયો હતો.બીજા કેસમાં પણ તેને જામીન મળી ગયા હતા.ત્યાર બાદ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ગોવામાં રહેલા ડિમિટ્રીયાડ્સ સામે અટકાયતનો આદેશ જારી કરાયો હતો.આદેશને ડિમિટ્રીયાડ્સે ગોવાની બોમ્બે હાઈ કોર્ટ બેન્ચ સમક્ષ પડકાર્યો હતો.બેન્ચે અરજી ફગાવતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.બાદમાં તે પાછી ખેંચી લીધી હતી.
૨૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ તેને એનસીપીએ પકડીને આર્થર રોડ જેલમાં રાખ્યો હતો. ત્યારથી તે અહીં જ છે.૨૩ એપ્રિલે તેને અટકાયતનું કારણ દર્શાવતા દસ્તાવેજો બતાવાયા હતા.વહેલી સુનાવણીની દાદ સાથે વકિલ મારફત તેણે બોમ્બે હાઈ કોર્ટની વેકેશન બેન્ચ સમક્ષ સમોવારે અરજી કરી હતી.


