એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ ખરીદવા મામલે ધરપકડ

HM News
2 Min Read

બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી છે.તેણે ડ્રગ્સ ખરીદવા માટે આરોપી મુજમ્મિલ અબ્દુલ રહેમાન શેખના ખાતામાં પૈસા ટ્રાંસફર કર્યા હતા.બંને વચ્ચે ડ્રગ્સ ખરીદવા માટે વોટ્સએપ ચેટ પરથી આ વાતનો ખુલાસો થયો હતો.

ડ્રગ્સ મામલે પહેલાથી જ અરેસ્ટ કરવામાં આવેલા મુજમ્મિલ અબ્દુલ રહેમાન શેખ પાસેથી 35 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.તેની ધરપકડ બાદ તપાસમાં તેના વોટ્સએપમાંથી ધ્રુવ તાહિલ સાથેની વોટ્સએપ ચેટ સામે આવી હતી.જેમાં ડ્રગ્સ માટે વાત થઈ હતી અને ત્યારબાદ ધ્રુવે તેના ખાતામાં પૈસા પણ ટ્રાંસફર કર્યા હતા.મુંબઈ પોલીસે બુધવારે ધ્રુવ તાહિલની ધરપકડ કરી હતી.

મુજ્જમિલ અને ધ્રુવની વચ્ચે વોટ્સએપ ચેટમાં કોન્ટ્રાબેંડને લઈને પણ વાતચીત થઈ હતી.જેમાં ઘ્રુવ મુજ્જમિલ પાસે,કોન્ટ્રાબેંડ સહીત અન્ય ડ્રગ્સ કેટલીય વાર મંગાવ્યુ છે.એન્ટી નારકોટીક્સ સેલ બાન્દ્રા યુનિટે,ધ્રુવ તાહિલ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રુવ તાહિલ ઉપર ડ્રગ્સ મંગાવવા ઉપરાંત ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી મુજ્જમિલના બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં છ વાર પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યાની વિગતો પણ સામે આવી છે. 2019થી લઈને 2021ના માર્ચ મહિના સુધીના સમયગાળા દરમિયાન બન્ને એકબીજાના સંપર્કમાં હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

મુજ્જમિલ અને ધ્રુવની વચ્ચે થયેલી વોટ્સએપ ચેટમાં કોન્ટ્રાબૈંડને લઈને ખુલાસો થયો છે.જેમાં ધ્રુવ તાહિલ અને મુજ્જમિલ પાસે કોન્ટ્રાબૈંડ સહીત અન્ય ડ્રગ્સની કેટલીય વાર માંગણી કરી હતી.ઘ્રુવ તાહિલની પુછપરછમાં હજુ વધુ ચોકાવનારા ખુલાસા થવાની સંભાવના એન્ટી નારકોટીક્સ સેલના અધિકારીઓનું માનવુ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *