- લદ્દાખમાં વિશ્વની સૌથી મોટી ઊંચાઈ પર શો રૂમ ખોલવાનો રેકોર્ડ સ્થાપ્યો
- દેશમાં પોતાની કંપનીના 50થી વધુ ટચ પોઈન્ટ શરૂ કરશે.આગામી જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 યોજાશે.આ સમિટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.રાજ્ય સરકાર દ્વારા દેશ અને વિદેશમાંથી મૂડીરોકાણ લાવવા માટે રોડ શો કરવામાં આવ્યા છે.બીજી તરફ,રાજસ્થાનમાં પણ જાન્યુઆરીના અંતમાં બિઝનેસ સમિટ યોજાશે.આ માટે રાજસ્થાન સરકારે ગુજરાતમાંથી પણ એક લાખ કરોડના MOU કર્યા છે.ત્યારે ગુજરાતનો માત્ર 20 વર્ષનો યુવાન ઉદ્યોગકાર રાજસ્થાનની બિઝનેસ સમિટમાં ભાગ લેવાનો છે.અમદાવાદમાં રહેતા યંગેસ્ટ ઓટોમોબાઈલ ફાઉન્ડર રાજ મહેતાએ ખૂબ જ નાની ઉંમરે ઈલેક્ટ્રિક વ્હીકલનો બિઝનેસ શરૂ કર્યો છે.
- જાન્યુઆરીના અંતમાં રાજસ્થાનની બિઝનેસ સમિટમાં ભાગ લેશે
રાજ મહેતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજસ્થાનથી આવેલા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત થઈ હતી. તેમને રાજસ્થાનમાં યોજાનારી બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું તેમજ રાજસ્થાનમાં ઈલેક્ટ્રિક વ્હીકલની પોલિસી અંતર્ગત શોરૂમ કે ઉદ્યોગ શરૂ કરીને આગળ કેવી રીતે વધવું એની ચર્ચાઓ કરઈ હતી. ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે, જ્યાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી શરૂ કરવામાં આવી છે. આ પોલિસી શરૂ થઈ એ પહેલાં જ રાજ મહેતાએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. આજે તેનું સ્ટાર્ટઅપ એક મોટા બિઝનેસ તરીકે આગળ વધી રહ્યું છે. ગ્રેટા કંપનીના સ્કૂટર હવે 19 દેશમાં એક્સપોર્ટ કરશે
રાજ મહેતાની ગ્રેટા કંપનીના સ્કૂટર હવે 19 દેશમાં એક્સપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યો છે.એ ઉપરાંત હાલમાં યુરોપમાં લિથુઆનિયા દેશમાં ગ્રેટા કંપનીના વ્હીકલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.ત્યાંના પરિવહન મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ યુરોપમાં પણ અમદાવાદમાં તૈયાર થયેલાં ઈલેક્ટ્રિક વ્હિકલ દોડતાં થશે.એ ઉપરાંત અમેરિકાના મેક્સિકો અને પેરુ જેવા નાના નાના દેશોમાં પણ હાલમાં નવા આઉટલેટ સ્થાપવા માટે મંજૂરી માગવામાં આવી છે.ત્યાં વ્હીકલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.આ સિવાય આફ્રિકન દેશોમાં પણ રાજ મહેતાએ કંપનીના મંડાણ કર્યાં છે.
લદાખમાં એક અને નેપાળમાં બે શો રૂમ શરૂ કર્યા રાજ મહેતાએ સમગ્ર વિશ્વમાં એક રેકોર્ડ કર્યો છે.તેણે વિશ્વમાં સૌથી મોટી ઊંચાઈ પર શો રૂમ સ્થાપ્યો છે.લદાખમાં લેહ વિસ્તારમાં રાજ મહેતાનો શો રૂમ કાર્યરત થયો છે.એ ઉપરાંત તેણે નેપાળમાં બે શો રૂમ શરૂ કર્યા છે.આ માટે નેપાળની સરકારની પરવાનગી પણ તેને મળી ગઈ છે.આ સિવાય ભારત અને વિશ્વના અન્ય દેશોમાં પણ નવા આયામો ઊભા કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.ભારતમાં હાલમાં 16થી 18 રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી શરૂ થઈ છે.
EXCLUSIVE : અમદાવાદનો 20 વર્ષનો યુવાન બિઝનેસમેન રાજસ્થાન બિઝનેસ સમિટમાં ભાગ લેશે, ઇલેક્ટ્રિક વ્હીકલના નેપાળ અને લદ્દાખમાં શો રૂમ શરૂ કર્યાં

Leave a Comment

