નવી દિલ્હી, 29 એપ્રિલ 2022, શુક્રવાર : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ(Danish Kaneria)પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પર નિશાન સાધ્યું હતુ.કનેરિયાએ આફ્રિદીને જૂઠો અને ચરિત્રહીન માણસ ગણાવ્યો છે.પાકિસ્તાનના ક્રિકેટના પૂર્વ ક્રિકેટર Danish Kaneriaએ કહ્યું કે,અફરીદી ટીમના અન્ય ખેલાડીઓને તેની વિરુદ્ધ ઉશ્કેરતો હતો. કનેરિયાને 2012માં સ્પોટ ફિક્સિંગ કેસમાં બેન કરવામાં આવ્યો હતો. કનેરિયાએ 2000 થી 2010 વચ્ચે પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી.દાનિશ કનેરિયા પાકિસ્તાન તરફથી રમનાર બીજા હિન્દુ ક્રિકેટર છે.શોએબ અખ્તરે કહ્યું હતું કે,તેમની સાથે ટીમના ખેલાડીઓ ભેદભાવ કરતા હતા.કનેરિયા એક ઇન્ટરવ્યુહમાં કહ્યું હતુ કે, ‘શોએબ અખ્તર પ્રથમ ખેલાડી હતા જેમણે જાહેરમાં તેના વિશે કંઈક કહ્યું હોય. હું એમને સલામ કરું છું કે, તેમણે એવુ પગલુ ભર્યું કે હિંદુ હોવાને કારણે મારી સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો.તેમણે આગળ કહ્યું કે, ‘શાહિદ આફ્રિદીએ ઘણી વખત મને અપમાનિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.અમે બંને સ્પિનર તરીકે રમતા હતા, તે ઈચ્છતો ન હતો કે હું લિમિટેડ ઓવરની ક્રિકેટ રમું છુ.હું ટીમમાં રહું તે ઇચ્છતો ન હતો.તે જૂઠો અને ચારિત્રહીન છે.જોકે મારું ધ્યાન માત્ર ક્રિકેટ રમવા પર જ હતું, પરંતુ હું આવી હરકતોને નજરઅંદાજ કરતો હતો. શાહિદ અન્ય ખેલાડીઓને મારી વિરુદ્ધ ઉશ્કેરતો હતો.મને લાગે છે કે, તે મારાથી ઈર્ષ્યા કરતો હતો, મને ગર્વ છે કે હું પાકિસ્તાન માટે રમી શક્યો.