એક પછી એક જુઠ્ઠાણાં ચલાવી રહેલા ટ્રમ્પને અમેરિકી TV ચેનલોએ ભણાવ્યો બરાબરનો પાઠ

HM News
2 Min Read

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર ભાળી ગયેલા ડૉનાલ્ડ ટ્રમ્પ નવા નવા ગતકડા કરી રહ્યાં છે.તેઓ એક પછી એક જુઠ્ઠાણાં ચલાવી રહ્યાં છે.ચૂંટણીમાં ગેરરીતિ સહિતના પાયાવિહોણા આરોપો લગાવી રહેલા ડૉનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની ટીવી ચેનલોએ પણ જોરદાર ઝાટકો આપ્યો છે.

અમેરિકાની ટીવી ચેનલોએ ડૉનાલ્ડ ટ્રમ્પનું લાઈવ ભાષણ જ બંધ કરી દીધું છે.ટીવી ચેનલોએ કહ્યું હતું કે,ડૉનાલ્ડ ટ્રમ્પ ખોટી વાતો ફેલાવી રહ્યાં છે.ટ્રમ્પે ચૂંટણીની રાત્રે પહેલીવાર આપેલા પોતાના 17 મીનીટના ભાષણ દરમિયાન અનેકવાર ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું અને આધારહીન દાવાઓ કર્યા હતાં.

MSNBCના એંકર બ્રાયન વિલિયમ્સે કહ્યું હતું કે,અમે અહીં ફરી એકવાર એક અસામાન્ય સ્થિતિમાં છીએ.અમે ના માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિને ટોકી રહ્યાં છીએ પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદનો ઠીક પણ કરી રહ્યાં છીએ.આમ કહી થોડી જ વારમાં ટીવી ચેનલે ટ્રમ્પનું લાઈવ ભાષણ જ બંધ કરી દીધું હતું.એટલુ જ નહીં અમેરિકી ટીવી ચેનલ એનબીસી અને એબીસીએ પણ ટ્રમ્પના લાઈવ ભાષણને બંધ કરી દીધું હતું.

ડૉનાલ્ડ ટ્રમ્પે ફરીથી પોતાની જીતનો દાવો કર્યો

CNAના જેક ટેપ્પરે કહ્યું હતું કે, અમેરિકા માટે કેટલી દુ:ખદ રાત છે જ્યારે તેમને પોતાના જ રાષ્ટ્રપતિ પાસેથી એ સાંભળવા મળી રહ્યું છે કે,જે લોકો પર ચૂંટણી પર કબજો કરવાનો ખોટો આરોપ લગાવી રહ્યાં છે.આ અગાઉ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની જીતના દાવાને દોહરાવ્યો હતો.સાથે જ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે,ગેરકાયદે વોટો દ્વારા આ ચૂંટણીને ‘ચોરવા’નો પ્રયાસ થઈ રહ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *