નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : ભારતના દિગ્ગજ કારોબારી અને દુનિયાના સૌથી રઈસ બિઝનેસમેનમાં બીજા સ્થાન સુધી પહોંચેલા ગૌતમ અદાણીને એક મહીનામાં 11 લાખ કરોડ રૂપિયાનો ફટકો લાગ્યો છે.ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટકેપમાં 24 જાન્યુઆરી બાદથી અત્યાર સુધીમાં 11 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ વેલ્યૂ એક મહીનાના સમયગાળામાં જ 57 ટકાથી વધુ ગગડી ગઈ છે.
અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચની વિસ્ફોટનો રિપોર્ટ આવ્યા બાદથી ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ઘટાડો જારી જ છે.ગ્રુપમી તમામ 10 લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટકેપ હવે 8.2 લાખ કરોડ રૂપિયા જ રહી ગયું છે. 24 જાન્યુઆરીમાં તે 19.2 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધારે હતું.ગૌતમ અદાણી ગ્રુપની અદાણી ટ્રાન્સમિશન,અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસમાં મંગળવારે 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી જ્યારે અદાણી પાવર 5 ટકાની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
એસીસી અને અંબુજા સીમેન્ટના શેરોમાં મામૂલી તેજી છે કારણ કે હિમાચલ પ્રદેશમાં સીમેન્ટ એકમ કામકાજ શરૂ કરે તેવા સમાચાર આવ્યા છે.અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર તેની 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 61 ટકાની નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે અદાણી પોર્ટ્સ તેની હાઈથી 40 ટકા નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
જો આપણે શેરોના ભાવના હિસાબથી વાત કરીએ તો અમદાવાદના 60 વર્ષના બિઝનેસની પૂરી કોશિસ કરી લીધી અને રોકાણકારોને લલચાવવાના ઘણા પ્રયાસો કરી લીધા પરંતુ, રોકાણકારો પર તેની કોઈ અસર જોવા મળી રહી ન હતી.રોકાણકારોનો ભરોસો અપાવવાના પ્રયાસના ભાગ રુપે અદાણી પોર્ટે ગઈકાલે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને ₹1500 કરોડ આપ્યા હતા.માર્ચમાં અદાણી પોર્ટ કમર્શિયલ પેપરના બદલે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને 1000 કરોડ રૂપિયા ઓર ચૂકવવાની તૈયારી કરી રહી છે.