લખનૌ તા.10 : ઉતર પ્રદેશમાં પોલીસ પોલીટીશ્યન-માફીયાનાં ગઠબંધનો ફરી પ્રકાશમાં લાવવા વિકાસ દુબે પોલીસ હત્યાકાંડ અને હવે તેના એન્કાઉન્ટરમાં પોલીસે છેલ્લા છ દિવસમાં દુબેની પુરી ગેંગને સાફ કરી નાંખી છે અને આ ગેંગનાં પાંચ મોટા ગુંડાઓ છેલ્લા એક સપ્તાહમાં એક બાદ એક પોલીસ એન્કાઊન્ટરમાં માર્યા ગયા છા ગત સપ્તાહે વિકાસ દુબેએ હત્યાકાંડ સર્જીને આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કર્યા બાદ પોલીસને માટે હવે આ ગેંગસ્ટર એક પડકાર બની ગયો હતો
અને તુર્તજ વિકાસ ગેંગને ખત્મ કરવા 25 પોલીસ ટુકડીઓની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ બનાવાઈ હતી આ હત્યાકાંડ બાદ બીકરૂ ગામમાં જ દુબેનું વિશાળ આવાસ ધ્વંશ કર્યુ અને વિકાસનાં મામા પ્રેમપ્રકાશ પાંડે અને તેના સાથી અતુલ દુબેને ઠાર માર્યા હતા.આ બન્ને પોલીસ પરના હુમલામાં સામેલ હતા અને તેઓએ પોલીસ હથીયારો પણ લુંટયા હતા અને તે પછી લાશ પાસેથી કબ્જે કરાયા હતા.
તો તા.1 જુનના રોજ દુબેનાં જમણા હાથ સમા સાથીદાર અમર દુબેનો પીછો કરીને તેને ઠાર માર્યો હતો અમર એ વિકાસનો મુળ શુટર હતો અને તે ફકત 23-24 વર્ષનો હતો તથા હજુ હમણાં જ લગ્ન થયા હતા અને તેમાં દુબે સહીતની ગેંગમાં સામેલ થયો હતો તો ફરીદાબાદમાં વિકાસના સાથી પ્રભાત મિશ્રાની પણ ધરપકડ બાદ તેણે નાસવાનો પ્રયત્ન કરતાં તેને ઠાર મરાયો હતો. તો ઈટાવામાં વિકાસના એક સાથી પ્રવિણકુમારને પણ પોલીસે ઠાર માર્યો હતો.
વિકાસ છેલ્લા 150 કલાકથી પોલીસ રડારમાં આવી ગયો હતો અને ફરીદાબાદની એક હોટેલમાંથી તેના પુરાવો સીસીટીવી ફૂટેજથી મળ્યો હતો પણ તે હંમેશા એક કલાક આગળ રહે છે પોલીસના સકંજામાંથી છટકવા સફળ રહેતો હતો આથી તેને નાસતા સમયે પણ પોલીસ મુવમેન્ટની માહીતી મળતી જ હતી અને તે પછી શરણે થશે તેવી ચર્ચા સ્થાનિક ચેનલોમાં હતી.
દુબે એન્કાઉન્ટરની ન્યાયીક તપાસની સુપ્રિમમાં માંગ
માતાને શ્રદ્ધા હતી કે મહાકાલ તેના પુત્રને બચાવી લેશે : સમગ્ર એન્કાઉન્ટર સામે રાજકીય-કાનુની પ્રશ્નો ઉઠયા: શરણાગત પણ નિશ્ચીત હતી
યુપીનાં ગેંગસ્ટર વિકાસ દુબેને એન્કાઉન્ટર પર સવાલ ઉઠવા લાગ્યા છે એક તરફ રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ એન્કાઉન્ટર થીયરી ગળે ઉતરતી નથી તેવો પ્રશ્ન ઉઠાવ્યો તો બીજી તરફ દુબેના એક કાકાએ સુપ્રિમ કોર્ટમાં આ એન્કાઊન્ટરની ન્યાયીક તપાસની માંગ કરી છે. દુબેનાં માતા સરલાદેવીએ ગઈકાલે જ કહ્યું હતું કે તેના પુત્રને એન્કાઉન્ટરમાં મહાકાલે (ઊજજૈન મંદિરના દેવતા)એ બચાવી લીધો છે.
પણ તે સમયે તેને ખ્યાલ ન હતો કે વિકાસ દુબેનું ભાવી નિશ્ર્ચિત થઈ ગયુ છે. વિકાસ દુબેને જે રીતે ઠાર મરાયો તે જ થિયરી લગભગ દરેક એન્કાઊન્ટરમાં અજમાવવામાં આવે છે.ગઈકાલે જે રીતે તે ઉજજૈન મંદિરમાં ઝડપાયો અને તે પછી મધ્ય પ્રદેશનાં ગૃહમંત્રીનું કાનપુરનું રાજકીય કનેકશન જાહેર થયુ તે જોગાનુજોગ નહી નામચીન ગુન્હેગાર એક સિકયોરીટી ગાર્ડનાં શરણે થાય તે પણ પ્રશ્ન છે અને તેણે ઉજજૈનમાં સરન્ડર થવાનું પસંદ કર્યું તે પણ મધ્યપ્રદેશનાં ગૃહમંત્રીનું વતન છે.આમ આ તમામ કડીઓ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે.