– પીયૂષ જૈન 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં
– દિવાલોમાં છુપાવેલા પૈસા શોધવા માટે એક્સરે મશીન મગાવવા પડયા
કનૌજ : કાનપુરના બિઝનેસમેન પીયૂષ જૈનના વિવિધ સૃથળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.એવામાં પીયૂષ જૈનના ઘરોની દિવાલોમાંથી પણ છુપાવેલા પૈસા અને સોનું મળી રહ્યું છે.તેની પાસેથી જપ્ત કરાયેલા રોકડા રૂપિયા,સોનું ચાંદી વગેરે મળીને કુલ 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઇ છે.
જાણીને આશ્ચર્ય થાય કે પીયૂષ જૈન પોતે આટલી સંપત્તિ એકઠી કરી પણ પોતે સાદગીથી રહેતા હોવાનુ દેખાડવા માટે સ્કૂટર ચલાવતા હતા.પીયૂષ જૈનના અભેદ લોકરોમાંથી અત્યાર સુધીમાં 125 કિલોથી વધુનું સોનુ મળી આવ્યું છે.જ્યારે અન્ય કરોડો રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.કુલ મળીને 1000 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 48 કલાકથી પીયૂષ જૈનના સાત ઘરોની દિવાલો,લોકર વગેરેને કટર તેમજ અન્ય સાધનોની મદદથી તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે.જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા પુરાવા અને રોકડ રકમ તેમજ સોનું મળતુ જાય છે.
નવાઇની વાત એ છે કે જમીન અને દિવાલોમાં પૈસાની જાણકારી મેળવવા માટે એક્સરે મશીન મગાવવી પડી હતી જ્યારે જે રોકડ રકમ મળી રહી છે તેની ગણતરી કરવા માટે 20થી વધુ મશીનો લગાવવામાં આવ્યા છે.
પીયૂષ જૈન પોતાની પાસે કરોડો રૂપિયા ન હોવાનું લોકોને દેખાડવા માટે બાઇકનો ઉપયોગ કરતા હતા.તેઓ અવર જવર માટે બાઇક વાપરતા હતા.તેઓની પાસે એક 15 વર્ષ જુની ગાડી હતી જેને વેચીને હાલમાં જ નવી ગાડી લીધી હતી જ્યારે તેઓ બહાર જવા આવવા માટે બાઇકનો જ વધુ ઉપયોગ કરતા હતા.