બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખોડિયાર બિલ્ડીંગ પાછળથી કડોદરા પોલીસે રૂ. 26 હજાર એકસોનો વિદેશી દારૂની 82 બોટલ સાથે એકને ઝડપી એક વોન્ટેડ જાહેર કર્યો
પ્રાપ્ત માહિતીના આધારે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકના પી.એસ.આઇ એસ.એમ પટેલ તથા ASI સુરેશભાઈને મળેલી બાતમી મળી હતી કે તાંતીથૈયાની ખોડિયાર બિલ્ડીંગ પાછળ મોટી માત્રામાં વિદેશી દારૂ હેરફેર થઈ રહ્યું છે જે બાતમી આધારે પોલીસે ટિમ બનાવી રેડ કરતા બાતમી વાળી જગ્યા પરથી પ્લાસ્ટિકની થેલી તેમજ બોક્સ મળી નાની મોટી કુલ 82 બોટલો મળી રૂપિયા 26,100 ના દારૂના જથ્થા સાથે નિલેશસિંહ ઠાકોર રહે.તાંતીથૈયા મૂળ રહે એના ગામ નાઓને ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂનો જથ્થો પહોંચાડનાર પપ્પુને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પી. એસ. આઇ. એસ.એમ. પટેલ કરી રહયા હોવાનું જાણવા મળ્યું હતું.