મુંબઈ : મુંબઈના પુર્વ પોલીસ કમિશ્ર્નર પરમબીરસિંહે ગૃહમંત્રી દેશમુખ સામે રૂા.100 કરોડની ખંડણી વસૂલી અંગે કરેલ આક્ષેપોનો મામલો ઉછળ્યા બાદ મોટી ઉથલપાથલ મચી ગઈ છે.જેને પગલે ગઈકાલે મંગળવારે મોડીરાત્રે મુંબઈ પોલીસના 86 અધિકારીઓ અને કર્મચારીઓની રાતોરાત બદલી કરવામાં આવી છે.જેમાં ક્રાઈમ બ્રાન્ચમાંથી સૌથી વધુ 65 ઓફીસરોને હટાવવામાં આવ્યા છે.આ લોકો વર્ષોથી ક્રાઈમ બ્રન્ચમાં પગદંડો જમાવીને બેઠા હતા.બદલી પામેલામાં સચીન વાઝેનો સાથી રિયાઝુદીન કાજી પણ સામેલ છે.મુંબઈ પોલીસના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં બદલી થઈ છે.પોતાના બચાવને લઈને ડેમેજ કંટ્રોલ કરવા મહારાષ્ટ્ર સરકારે આ પગલું ભર્યુ છે.

