By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એપ્રિલમાં ૧૦ જ દિવસમાં ૬૪૮.૪૮ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એપ્રિલમાં ૧૦ જ દિવસમાં ૬૪૮.૪૮ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચાયા
GeneralNational

એપ્રિલમાં ૧૦ જ દિવસમાં ૬૪૮.૪૮ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચાયા

HM News
Last updated: 02/05/2022 4:56 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૧ : દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયાના કેટલાક સપ્તાહોમાં જ એપ્રિલમાં રૂ. ૬૪૮.૪૮ કરોડના ચૂંટણી બોન્ડ વેચાયા છે અને પક્ષોએ બોન્ડના નાણાં રિડીમ કરી લીધા છે.વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં ચૂંટણી બોન્ડના વેચાણના ૨૦ તબક્કા પૂરા થયા છે, જેમાં કુલ રૂ. ૯,૮૫૬.૭૧ કરોડના મૂલ્યના ચૂંટણી બોન્ડ વેચાયા છે જ્યારે રાજકીય પક્ષોએ રૂ. ૯,૮૩૬.૧૩ કરોડ એન્કેશ કર્યા છે.

ચૂંટણી બોન્ડનું વેચાણ કરતી એસબીઆઈ બેન્કે એક આરટીઆઈના પ્રતિસાદમાં એક્ટિવિસ્ટ કોમોડોર લોકેશ બત્રા (નિવૃત્ત)ને શનિવારે જણાવ્યું હતું કે, વેચાયેલા ચૂંટણી બોન્ડમાંથી રૂ. ૨૦.૬૮ કરોડ એન્કેશન કરવામાં આવ્યા નથી અને આ રકમ પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલિફ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એસબીઆઈની હૈદરાબાદ શાખામાં સૌથી વધુ ચૂંટણી બોન્ડનું વેચાણ થયું છે.આ શાખામાં ૧લીથી ૧૦મી એપ્રિલ વચ્ચે રૂ. ૪૨૫.૯૮ કરોડના મૂલ્યના બોન્ડ વેચાયા હતા. રૂ. ૧૦૦ કરોડના વેચાણ સાથે ચેન્નઈની મુખ્ય બ્રાન્ચ બીજા ક્રમે છે. એસબીઆઈની મુંબઈ શાખામાં રૂ. ૪૩ કરોડ, નવી દિલ્હીમાં રૂ. ૪૦ કરોડ, કોલકાતામાં રૂ. ૩૯ કરોડ અને પણજીમાં રૂ. ૫૦ લાખના ચૂંટણી બોન્ડનું વેચાણ થયું છે.બોન્ડ રિડીમ કરવાના સંદર્ભમાં હૈદરાબાદની શાખામાં સૌથી વધુ રૂ. ૪૨૦.૯૮ કરોડના બોન્ડ રિડીમ થયા છે.ત્યાર પછી નવી દિલ્હીમાં રૂ. ૧૦૬.૫૦ કરોડ, કોલકાતામાં ૧૮ કરોડ અને ભુવનેશ્વરમાં રૂ. ૩ કરોડના બોન્ડ રિડીમ થયા છે.આ વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં ૧લીથી ૧૦મી જાન્યુઆરી વચ્ચે ચૂંટણી બોન્ડના વેચાણની ૧૯મી આવૃત્તિમાં રૂ. ૧,૨૧૩.૨૬ કરોડના ચૂંટણી બોન્ડનું વેચાણ થયું હતું અને રાજકીય પક્ષોએ રૂ. ૪૦ લાખ સિવાય બધા જ નાણાં રિડીમ કરી લીધા હતા.

આ પહેલાં ઑક્ટોબર ૨૦૨૧માં ૧૮મા તબક્કામાં રૂ. ૬૧૪.૩૩ કરોડ અને જુલાઈ ૨૦૨૧માં ૧૭મા તબક્કામાં રૂ. ૧૫૦.૫૧ કરોડના બોન્ડ વેચાયા હતા તેમજ પક્ષોએ બધા જ નાણાં રિડીમ કરી લીધા હતા.અગાઉ એપ્રિલમાં રૂ. ૬૯૫.૩૪ કરોડના મૂલ્યના બોન્ડનું વેચાણ થયું હતું અને પ્રત્યેક રૂ. ૧,૦૦૦ના માત્ર બે બોન્ડ્સ રિડીમ કરાયા નહોતા.વર્ષ ૨૦૧૮થી દેશમાં ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ કરાયું છે અને અત્યાર સુધીમાં ૨૦ તબક્કામાં આ બોન્ડનું વેચાણ થયું છે.

મોદી-યોગીને ગાળો ભાંડનાર ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાના મુખી સત્તારની ધરપકડ; લોકોમાં ભયનો માહોલ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રસે આ ત્રણ નેતાઓને આપી મોટી જવાબદારી
Goodwill Industries Of Southeastern Wisconsin
એક મહીનામાં 11 લાખ કરોડનો ફટકો! ગૌતમ અદાણીની કંપનીના શું છે હાલ-ચાલ?
મહુવા તાલુકાનાં કવિઠાનો લિસ્ટેડ બુટલેગર પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલાયો
Share This Article
Facebook Email Print
Previous Article બરેલી પોલીસે કર્યો 3 હજાર કરોડ રૂપિયાની સાઈબર ઠગાઈનો ખુલાસો, એકની ધરપકડ, ચીન સાથે જોડાયેલાં છે તાર
Next Article બે મુસાફરો લડ્યા તો પાયલોટે વિમાન ઉડાવવાનો જ ઈનકાર કરી દીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up