નવી દિલ્હી, તા. 12મે 2022, ગુરુવાર : IPL એ વિશ્વની ત્રીજી સૌથી વધુ જોવાયેલી ગેમ છે.BCCI આ વર્ષે 2023 થી 2027 સુધીના IPLના પ્રસારણ અધિકારોની હરાજી કરવાની છે.હાલમાં IPL ના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે, ત્યારે ગૂગલે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ અધિકારો ખરીદવામાં રસ દાખવ્યો છે.IPLની આ સિઝન પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પ્રસારણ અધિકારોની હરાજી કરશે.એમેઝોન અને ડિઝની બાદ હવે ગૂગલ પણ આ રેસમાં જોડાઈ ગયું છે.કુલ મળીને અડધો ડઝન કંપનીઓએ bcci પાસેથી બિડિંગ દસ્તાવેજો ખરીદ્યા છે..
એક અહેવાલ મુજબ,”અમેરિકન ટેક કંપની આલ્ફાબેટ ઇન્ક.એ BCCI પાસેથી પ્રસારણ અધિકારો સંબંધિત બિડિંગ દસ્તાવેજો ખરીદ્યા છે.આ યુએસ કંપની પાસે એક વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ યુટ્યુબ પણ છે.જોકે, કંપનીએ બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ ખરીદવા માટે પોતાનું નામ જાહેર કર્યું નથી.બીજી તરફ, દક્ષિણ આફ્રિકાની ટેલિવિઝન ચેનલ ગૃપ સુપર સ્પોર્ટ્સે પણ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજો ખરીદ્યા છે.BCCI પાસેથી દસ્તાવેજો ખરીદવાનો અર્થ એ,નથી કે કંપનીઓ બોલી લગાવવા માટે બંધાયેલી છે.તેઓ કોઈપણ સમયે આ નીલામીમાંથી બહાર નીકળી શકે છે, અથવા હરાજી સંપૂર્ણપણે છોડી શકે છે.
BCCIના ડેટા અનુસાર, IPLની છેલ્લી સિઝનમાં 600 મિલિયન (60 કરોડ) દર્શકો જોડાયેલા હતા. IPL ભારતીય મનોરંજન બજારમાં મોટો હિસ્સો ધરાવે છે.એક અનુમાન અનુસાર, BCCIને IPLની હરાજીથી લગભગ 32,500 કરોડ રૂપિયા મળી શકે છે.IPL મીડિયા રાઇટ્સ ખરીદવાની રેસમાં Amazon.com Inc, The Walt Disney Company, Reliance Industries Ltd., Sony Group Corp., Desi Zee Entertainment Enterprises Ltd. અને fantasy-sports platform Dream11 પણ સામેલ છે.