– ૧ મહિનામાં ભારત માર્કેટ ડોટ કોમ નામનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે
એમેઝોન, ફલીપકાર્ટ જેવા જાયન્ટોને દેશના ૭ કરોડ નાના વેપારીઓ ઇ-કોમર્સ ફાઇટ આપવા સજજ થયા છે.વેપારીઓના ઓલ ઇન્ડિયા સંગઠન ”કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ આ માટે ભારત માર્કેટ ડોટ કોમ નામની ઇ-કોમર્સ માર્કેટ પ્લેસ ઉભી કરી છે.એક મહિનામાં તે લોન્ચ થઇ જશે.જે દેશના લાખો કિરાણા દુકાનોને ડીજીટલ કોમર્સથી જોડી દેશે.વીડીયો બ્રીફીંગ દ્વારા આ જાહેરાત કરવામાં આવેલ.સીએઆઇટીના જનરલ સેક્રેટરી શ્પ્રવિણ ખંડેલવાલ અને અન્ય સભ્યોએ કહેલ કે આ પોર્ટલ વેપારીઓ માટે,વેપારીઓ વડે અને વેપારીઓનું બની રહેશે.સ્થાનીક દુકાનો આ પોર્ટલ થકી ગ્રાહકોના ઓર્ડરો જોઇ શકશે અને ૨ કલાકમાં માલ ડીલીવર કરી શકશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્ટાર્ટ અપ ઇન્ડિયા દ્વારા પ્રમોટ કરવામાં આવેલ છે.અને ઇન્વેસ્ટ ઇન્ડિયા,ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રોડકટસ ડીસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન તથા આવાના ઇન્ડિયાએ તેને સાથ આપ્યો છે.


