નવી દિલ્હી,તા.17.એપ્રિલ,2022 : સમોસા ભારતના લોકોના સૌથી લોકપ્રિય ફૂડ પૈકીનુ એક છે.ભાગ્યે જ કોઈ ભારતીય એવો હશે જેણે નાસ્તામાં સમોસા ના ખાધા હોય.ભારત જ નહીં પણ ભારતની આસપાસના દેશોમાં પણ સમોસા લોકપ્રિય વાનગી છે.જોકે સોશિયલ મીડિયા પર સમોસાનુ નવુ વર્ઝન ક્રેમોસા વાયરલ થઈ રહ્યુ છે.સામાન્ય રીતે સમોસા ત્રિકોણાકાર હોય છે પણ ક્રેમોસા તો વિદેશી વાનગી ક્રોસન્ટના આકારમાં વેચાઈ રહ્યા છે અને તે પણ દિલ્હીના એરપોર્ટ પર.એક યુઝરે એરપોર્ટ વેચવા માટે મુકાયેલા ક્રેમોસાની તસવીર અને તેનો ભાવ શેર કરતા જ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ હતી.આ તસવીરમાં ક્રેમોસાની કિંમત 170 રુપિયા હોવાની ટેગ પણ નજરે પડતી હતી.લોકોએ એ પછી તેના પર જાત જાતની કોમે્ન્ટો કરીને મજા લેવા માંડી હતી.મોટાભાગનાએ તેની કિંમત પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ તો કેટલાક તેના આકાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા.ક્રેમોસાનુ નવુ વર્ઝન સોશિયલ મીડિયા પર ખાસુ એવુ વાયરલ થયુ છે.

