By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડી, ભાજપના મંત્રી અને સાંસદે બચાવ્યો જીવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડી, ભાજપના મંત્રી અને સાંસદે બચાવ્યો જીવ
GeneralNational

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડી, ભાજપના મંત્રી અને સાંસદે બચાવ્યો જીવ

HM News
Last updated: 20/06/2022 7:53 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.20 જૂન 2022,સોમવાર : દિલ્હી એરપોર્ટથી ગુરૂવારે ઔરંગાબાદ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરની તબિયત લથડી હતી.મુસાફર બહોશ અને બેચેનીની ફરિયાદ કરવા લાગ્યો હતો.વિમાન ક્રૂએ મદદ માંગી ત્યારે ફ્લાઈટમાં હાજર ભાજપના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદે તરત જ મુસાફરની મદદ કરી હતી.મેડિકલ હેલ્પ મળ્યા બાદ મુસાફરને સારૂં લાગ્યું હતું.સાથે જ મદદ કરનાર બંને રાજકારણીઓ વ્યવસાયે ડોક્ટર છે.

એર ઈન્ડિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.સાથે જ રાજકારણી નેતાઓના ફોટા પણ શેર કર્યા હતા.તસ્વીરમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડો.ભગવત કિશનરાવ કરાડ અને મહારાષ્ટ્રના ધુલેના સાંસદ ડો. સુભાષ ભામરે મુસાફરની પાસે ઉભા રહીને તેને મદદ કરી રહ્યા છે.તે જ સમયે,મુસાફર તબિયત લથડતા સીટ પર પડેલો છે.એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર,દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ મુસાફરે બહોશ અને બેચેની ફરિયાદ કરી હતી.જાણ થતાં જ ક્રૂ મેમ્બરે નિયમો અનુસાર જાહેરાત કરી કે ફ્લાઈટમાં હાજર કોઈપણ ડોક્ટર મદદ માટે આવે.

બંને રાજકારણી નેતાઓ વ્યવસાયે ડોક્ટર હતા અને તેઓ મદદ માટે તરતજ આગળ આવ્યા હતા.મેડિકલ હેલ્પ મળ્યા બાદ મુસાફરની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો અને તેણે મુસાફરી પૂરી કરી હતી.ક્રૂ મેમ્બર્સની સમજદારી અને રાજકારણી નેતાઓની મદદને કારણે મુસાફરની તબિયત વધુ બગડી નહોતી.તમને જણાવી દઈએ કે,હાલમાં નવી દિલ્હીની તાજમાન સિંહ હોટલમાં ફોટોગ્રાફરની તબિયત લથડતા કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડો.ભગવત કિશનરાવ કરાડે મદદ કરી હતી.

સ્વૈચ્છીક નિવૃત સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર અને પુત્રની ધરપકડ
વારાણસીમાંથી કરોડોની નકલી કોરોના વેક્સિન અને ટેસ્ટિંગ કિટ જપ્ત : પાંચની અટકાયત
ઈન્ડિયન ઓઈલ તરફથી નવા વર્ષની ભેટ : કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 100નો ઘટાડો
મહારાષ્ટ્રના રાજ્યપાલના આમંત્રણ બાદ ભાજપ સરકાર રચવા દાવો કરશે
કોરોના કાળમાં કમાયેલી નફાખોરી હવે EDની તપાસ હેઠળ આવશે
Share This Article
Facebook Email Print
Previous Article રામ મંદિર માટે આવેલ દાનના રૂ. 22 કરોડના ચેક બાઉન્સરામ મંદિર માટે આવેલ દાનના રૂ. 22 કરોડના ચેક બાઉન્સ
Next Article અગ્નિપથઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીરો’ માટે કરી મહત્વની જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up