નવી દિલ્હી : તા.09 જુલાઈ 2022,શનિવાર : ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્કે શુક્રવારના રોજ ટ્વિટર ડીલ કેન્સલ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.મસ્કના કહેવા પ્રમાણે તેઓ ટ્વિટર ખરીદવા માટેની પોતાની 44 બિલિયન ડોલરની ડીલને રદ કરી રહ્યા છે.મસ્ક દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે,કંપની પોતાના પ્લેટફોર્મ્સ પરના બોગસ એકાઉન્ટ્સ અંગેની જાણકારી આપવામાં અસફળ રહી છે.જોકે ટ્વિટર બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરના કહેવા પ્રમાણે એલોન મસ્ક તથા ટ્વિટર વચ્ચે જે સમજૂતી થઈ હતી તેને લાગુ કરવા માટે તેઓ કોર્ટનો સહારો લેશે.ટેલરે જણાવ્યું કે,કંપની કોઈ પણ સંજોગોમાં તે મર્જરને પ્રસ્થાપિત કરવા ઈચ્છે છે અને તેના માટે હવે કાયદાની મદદ લેવામાં આવશે

