દેશની સરકારી ક્ષેત્રની સૌથી મોટી જીવન વિમા કંપની એલઆઇસીનું આગામી સમયમાં ડીસઇન્વેસ્ટમેન્ટ થવા જઇ રહયુ છે.તે સમયે એલઆઇસીના પોલીસી હોલ્ડર માટે 10 ટકા શેર અનામત રાખવામાં આવશે.ડીસઇન્વેસ્ટમેન્ટ બાબતોના સેક્રેટરી પી.કે.પાંડેએ આ માહીતી આપતા જણાવ્યુ કે એલઆઇસીને આ કક્ષાએ પહોંચાડવામાં તેના પોલીસી હોલ્ડરનો મોટો ફાળો છે અને અમે તેના પ્રત્યે આભારની લાગણી દર્શાવવા માંગીએ છીએ. અને તેથી જ એલઆઇસીના આઇપીઓમાં 10 ટકા શેર પોલીસી હોલ્ડર માટે અનામત રાખવામાં આવશે.જોકે તેમણે ઇસ્યુની સાઇઝ અંગે કોઇ માહીતી આપવાની ના પાડી હતી અને જણાવ્યુ હતુ કે અમે તબકકા વાર આગળ વધી રહયા છીએ. એલઆઇસી એકટમાં તેના પોલીસી હોલ્ડર માટે 10 ટકા શેર અનામતની જોગવાઇ છે અને તેનો લાભ પોલીસી હોલ્ડરને મળશે.દરેક પબ્લીક ઇસ્યુમાં રીટેલ ઇન્વેસ્ટર માટે 10 ટકા શેર અનામત હોય છે.એલઆઇસીમાં આ રીતે ડબલ રીર્ઝવેશન હશે.

