એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે. 19 ઓક્ટોબરના રોજ બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણીયોજાઇ રહી છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની તારીખ જાહેર કરી છે.બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાઇ રહી છે.તમને જણાવી દઇએ કે બનાસ ડેરી એશિયાની નંબર વન ડેરી છે. 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર વન ડેરી છે અને આ ડેરી દર વર્ષે 9 હજાર કરોડનું ટન ઓવર ધરાવે છે.
22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય રાખવામાં આવ્યો છે.30 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1લી ઓક્ટોબરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર કરાશે.જ્યારે 8 ઓક્ટોબરના રોજ ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર થઇ છે.19 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા યોજાશે.
બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો છવાઈ જવા પામ્યો છે.જે માટે 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ભરી શકાશે.30 સપ્ટેમ્બરએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. 1 ઓક્ટોબરએ માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર થશે.8 ઓક્ટોબરએ ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. 9 ઓક્ટોબરએ ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરાશે. 19 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 20 ઓક્ટોબર મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે. આજે ચૂંટણી અધિકારી એફ.એ.બાબીએ ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી છે.


