નવી દિલ્હી, તા.30 જુન 2020, મંગળવાર
ચીન સાથે લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારત રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમને શક્ય હોય તેટલી વહેલી મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યુ છે.
રશિયા પાસથી ભારતે 40000 કરોડ રુપિયામાં આ સિસ્ટમ મેળવવા માટેનો સોદો 2018માં જ કરેલો છે.દુનિયાની સૌથી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમની રેન્જમાંથી કોઈ પણ દેશનુ ફાઈટર જેટ્સ બહાર રહી શકતુ નથી તેમ કહેવાય છે.માટે જ ભારતે અમેરિકાએ પ્રતિબંધ મુકવાની આપેલી ધમકી છતા પણ આ સિસ્ટમ માટે રશિયા સાથે ડીલ કરી હતી.
જોકે એસ-400 સામે ભાજપના સાંસદ અને નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ચેતવણી આપી છે.સ્વામીએ સંકા ઉઠાવતા કહ્યુ છે કે,ભારતે એસ-400માં ચાઈનિઝ સોફ્ટવેરનો ઉપયોગ તો નથી થયો ને તે વાતની ચકાસણી કરવી જોઈએ.સરકારે સેનાને જોખમના નાંખતા પહેલા ચીનના સોફ્ટવેરની તપાસ કરવાની જરુર છે.એસ-400 સિસ્ટમની રેન્જ 380 કિલોમીટર સુધીની છે.તેને ચીન,પાકિસ્તાનની બોર્ડરની સાથે સાથે નવી દિલ્હીને સુરક્ષા કવચ પુરુ પાડવા માટે તૈનાત કરવાની યોજના છે.