સમગ્ર ગુજરાતમાં વાયરલ થયેલ કચ્છના દારૂસ્નાનના વિડીયો સંદર્ભે ગણત્રીના કલાકોમાં આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરવામાં આવીઃ ‘પીલે પીલે ઓ મોરે રાજા, પીલે પીલે ઓ મોરે જાની’ ગીતની ધુન પર દાંડીયા રાસમાં દારૂની રેલમછેલ કરનારાઓ સામે રેન્જ આઇજીપી આકાર પાણીએ
રાજકોટ, તા., ૨: કચ્છ પંથકના મુંદ્રા તાલુકાના કાંડાગરા ગામે દારૂની રેલમછેલ અને દારૂસ્નાનના સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ વિડીયો વાયરલ થયાના પગલે પગલે રાજયના બોર્ડર રેન્જ વડા સુભાષ ત્રિવેદીએ આ બાબતને ખુબ જ ગંભીર ગણી એસપી ભુજને તાત્કાલીક વિવિધ ટીમો બનાવી અને સંબંધક શખ્સોને ઝડપી લેવાના આપેલા આદેશ બાદ ગણત્રીના કલાકોમાં જ આ દારૂ પુનાથી આવ્યાનું શોધી કાઢયુ છે. ઉકત બાબતે વાતચીતમાં બોર્ડર રેન્જ વડાએ જણાવેલ કે રાજય સરકોરે જયારે દારૂબંધી માટે કડક કાયદાઓ અમલમાં મુકયા છે ત્યારે આ રીતે લગ્ન પ્રસંગમાં એકબીજા પર દારૂની છોડો ઉડાડતા શખ્સો સામે કડક પગલા લેવાના આદેશ આપ્યા બાદ મંદ્રા પીઆઇ પટેલ દ્વારા સુચીત કલીપ કાંડાગરાની હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોપીઓના એક ભાઇ દ્વારા પુનાથી લગ્ન પ્રસંગ અંતર્ગત પાંચ બોટલો લાવવામાં આવેલી હતી. ‘ પીલે પીલે ઓ મોરે રાજા, પીલે પીલે ઓ મોરે જાની ‘ ગીતની ધુન પર નાચવા સાથે એક બીજાને દારૂથી સ્નાન કરાવનાર જે શખ્સો સામે મુંદ્રા પોલીસમાં આઇજીપી સુભાષ ત્રિવેદીની સુચનાથી ગુન્હો નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી છે તેમાં મંગલજી ખાનજી જાડેજા, રામદેવસિંહ મેર, પ્રદીપસિંહ જાડેજા અને હરદીપસિંહ સહીતના શખ્સો સામે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. અત્રે યાદ રહે કે રપ મી ફેબ્રુઆરીના યોજાયેલ લગ્ન સમારોહના દાંડીયા રાસ દરમિયાન આ ઘટના બન્યા બાદ વિડીયો વાયરલ થવાના પગલે રેન્જ આઇજીપીએ કચ્છ એસપીને તાકીદના આદેશો આપવા સાથે દારૂબંધી ભંગની વિવિધ કલમો હેઠળ ગુન્હા દાખલ કરવા સુચના આપી હતી.